ગુજરાતમાં લોકડાઉનની સરકારી સમીક્ષા શરૂ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

સરકારે હાઈ-લેવલની ‘તમામ’નો મત જાણી લીધો: સાંજે વેપારી સંગઠનો સાથે ચર્ચા

ગુજરાતમાં વધતા જતા કોરોનાના કહેરને કાબૂમાં લેવા અન્ય રાજ્યોની જેમ લોકડાઉન લાદીને કોરોનાની ચેન તોડવાનો પ્રયત્ન કરવામાં આવે એવી શક્યતા છે. આ અંગે ગુજરાત સરકારે સમીક્ષા શરૂ કરી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટરની ટીમ, જિલ્લા, શહેરોની પરિસ્થિતિનો સંપૂર્ણ તાગ મેળવવાની સાથે વેપારી સંગઠનો સાથે પણ ચર્ચા કરવામાં આવી રહી છે, જેને આધારે કોર કમિટીની સાંજની બેઠકમાં લોકડાઉન અંગેનો આખરી નિર્ણય કરવામાં આવે એવી શક્યતા છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોરોનાની પરિસ્થિતિના આધારે લોકડાઉન લાદવાની જે-તે રાજ્યોને છૂટછાટ આપી હતી. એટલું જ નહીં, દિલ્હી, મહારાષ્ટ્ર જેવાં કોરોનાના કહેરમાં આવેલાં રાજ્યોએ કોરોના કાબૂમાં લેવા લોકડાઉનનો માર્ગ અપનાવ્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસો વધતાં જે-તે શહેરો અને જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવી રહ્યું છે, મોટા માર્કેટથી માંડીને નાની દુકાનોના સંગઠનો સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે છતાં ક્યાંક ને ક્યાંક કોરોનાની ચેન તોડવી મુશ્કેલ બની રહી છે; એ સંજોગોમાં ગુજરાતમાં પણ લોકડાઉન લાદી કોરોના કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ શકે છે, ગુજરાતમાં લોકડાઉન લાદવા ડોક્ટરનાં સંગઠનો, વેપારીઓ પણ સરકારને કહી ચૂક્યાં છે, ત્યારે હવે સરકાર લોકડાઉન અંગે ગંભીર બની એ દિશામાં આગળ વધી રહી હોવાનું જાણવા મળ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો