ઓક્સિજનની સપ્લાયને પહોંચી વળવા રેલવેની જાહેરાત : ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન દોડશે, જેના માટે ગ્રીન કોરિડોર બનશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-04-2021

કોરોના મહામારીનું સંકટ દિવસે ને દિવસે ઘેરું થઇ રહ્યું છે. એક તરફ કેસ વદી રહ્યા છે તો બીજી તરફ હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછત સર્જાઇ છે. કોરોનાના રેકોર્ડ બ્રેક કેસના કારણે દેશમાં મેડિકલ ઓક્સિજની માંગમાં પણ અનેક ગણો વધારો થયો છે. ત્યારે આ મુશ્કેલીના સમયમાં ફરી એક વખત ભારતીય રેલવે લોકોની વહારે આવી છે. ભારતીય રેલવેએ ઓક્સિજન એક્પ્રેસ નામથી ટ્રેન શરુ કરવાની જાહેરાત કરી છે.

આ સ્પેશિયલ ટ્રેનોની પરિચાલનમાં વિલંબ ના થાય તે માટે રેલવેએ ગ્રીન કોરિડોર બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે દેશમાં વિવિધ જગ્યા પર ઓક્સિજનનો સપ્લાય ઝડપથી થઇ શકે. રેલ્વે મંત્રાલયે ટ્વિટ કરીને આ માહિતિ આપી છે.

ટ્વિટમાં તેમણે કહ્યું કે રેલવે પ્રવાહી મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલિનંડરના પરિવહન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. રેલવે ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવાની તૈયારીમાં છે. ઓક્સિજન એક્સપ્રેસ કોઇ વિઘ્ન વિના દોડી શકે તે માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે.

રેલવેના એક અધિકારીએ કહ્યું કે આવાનારા કેટલાક દિવસોની અંદર દેશ આખામાં પ્રવાહી મેડિકલ ઓક્સિજન અને ઓક્સિજન સિલિન્ડરનું ટ્રાન્સપોર્ટ કરશે. રેલવે મંત્રાલયે નિવેદન જાહેર કરીને કહ્યું કે મહારાષ્ટ્રમાંથી ખાલી ટેન્કર લેવામાં આવશે અને વિશાખાપટ્ટનમ, જમશેદપુર, રાઉરકેલા, બોકરાથી ઓક્સિજન ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ સરકારે રેલવેનો સંપર્ક કરીને મેડિકલ ઓક્સિજનના ટ્રાંસપોર્ટ માટે વિચાર કરવા કહ્યું હતું. ત્યારબાદ રેલવેએ નિર્ણય કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો