હવાથી કોરોના ફેલાવાથી ડરશો નહીં, આ રીતે સંક્રમણથી બચી શકાય

zeenews.com

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.18-04-2021

ગુજરાત સહિત દેશમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દેશમાં કોરોનાની બીજી લહેરમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કોરોનાના સંક્રમણને કાબુમાં લેવા માટે બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે. ત્યારે પ્રતિષ્ઠિત મેડિકલ જર્નલ ધ લાંસેટ દ્વારા આપવામાં આવેલ એક સ્ટડીમાં ખુલાસો થયો છે કે, હવા દ્વારા કોરોના ફેલાવવાની શક્યતા કેમ વધારે છે. લોકોમાં એવી આશંકા છે કે, હવા દ્વારા કોરોના ફેલાઈ રહ્યો છે.

આ બાબતે ડોક્ટરનું ફહીમનું કહેવું છે કે કપડાના માસ્ક પહેરવાનુ બંધ કરવું જોઈએ અને કપડાની જગ્યાએ N95 અને KN95 માસ્ક પહેરવા જોઈએ. એક માસ્કનો એક જ દિવસ ઉપયોગ કરવો જોઈએ. એક દિવસ બાદ આ માસ્કને પેપર બેગમાં રાખી દેવું જોઈએ અને ત્યારબાદ 24 કલાક પછી ફરીથી તેનો ઉપયોગ કરી શકાય છે. આ રીતે માસ્કની અદલાબદલી કરીને પહેરવાથી તેને ઘણા સપ્તાહો સુધી ઉપયોગમાં લઇ શકાય છે. પરંતુ જો માસ્કને કોઈ નુકસાન ન થયું હોય તો જ તેનો ઉપયોગ કરાય.

તેમને હવામાં વાયરસ હોવા બાબતે એક સ્પષ્ટતા કરી હતી કે, કોરોના વાયરસ હવામાન રહે તેનો મતલબ એવો નથી કે હવા કોરોના સંક્રમિત છે પરંતુ તેનો મતલબ એ છે કે વાયરસ હવામાન પણ રહી શકે છે અને તે બિલ્ડીંગોની અંદર પણ વધુ ખતરો પેદા કરી શકે છે. ડોક્ટરનું કહેવું છે કે માસ્ક વગરના અને સામાજિક અંતરનું પાલન કરતાં ઘણા બીચ અને પાર્ક પણ સૌથી વધારે સુરક્ષિત છે.

ડૉક્ટર ફહીમ દ્વારા કોરોનાની મહામારી વચ્ચે શરૂઆતથી જ લોકોને પરેશાનીઓને દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ડોક્ટરની વાતોનું પાલન કરીને જ ઘણા લોકો કોરોનાના ઇન્ફેક્શનને હરાવી શકે છે. તેમને એવો દાવો પણ કર્યો છે કે, પોતાના ઘરે જ યોગ્ય રીતે રહેવાથી 80થી 90 ટકા લોકો સાજા થઇ જાય છે. ડોક્ટરો ફહીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, લોકો દરરોજ તેનું તાપમાન, શ્વાસની ગતિ, પલ્સ અને બીપી માપે અને જો બીપી 90 સિસ્ટોલિક કરતા નીચે આવે તો ડોક્ટર સાથે વાતચીત કરવી જોઈએ અને 60થી 65 વર્ષની ઉંમરમાં હાઈબીપી અને ડાયાબિટીસથી પીડાતા લોકોને કોરોનાથી વધારે ખતરો છે.

તેમણે એવું પણ જણાવ્યું હતું કે, ઇન્ફેક્શન થવા પર વ્યક્તિ પોતાને 14 દિવસ અલગ કરી લે અને તે અલગ બાથરૂમનો ઉપયોગ કરે. સાથે પોતાના વાસણ પણ અલગ રાખે. જો વ્યક્તિના ઘરમાં એક જ રૂમ હોય તો તે પડદા અથવા તો કપડાંથી એક દીવાલ ઊભી કરીને એક રૂમને બે ભાગમાં વહેંચી શકે છે. વ્યક્તિ એકલો હોય તો પણ તેને માસ્ક પહેરવું જરૂરી છે.

તેમણે અભ્યાસમાં દાવો કર્યો છે કે, વાયરસના સુપર સ્પ્રેન્ડર ઇવેન્ટ મહામારીને ઝડપથી આગળ વધારી રહ્યો છે. આવા ટ્રાન્સમિશનનો હવા દ્વારા ફેલાવો વધારે સરળ છે કારણ કે, તેમાં છિદ્રો હોય છે. હોટલમાં જ્યારે વ્યક્તિને કવોરેન્ટાઈન કરવામાં આવે છે. ત્યારે એક બીજા રૂમ હોટલમાં અડીને આવેલા હોય છે. જેના કારણે લોકો એકબીજાને અડીને સાથે રહેતા હોય છે અને આ જ કારણે ટ્રાન્સમિશન વધારે જોવા મળ્યું છે અને આ ટ્રાન્સમિશન એક બીજા લોકોના રૂમમાં ગયા વગર પણ થાય છે. કારણ કે હવા છિદ્રોના માધ્યમથી રૂમમાં પ્રવેશ કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો