લોકડાઉનની શક્યતા વચ્ચે થંભી ગયા ગુજરાતથી 3 રાજ્યોમાં જતી એસટી બસોના પૈડા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

કોરોનાની ચેઈન તોડવી બહુ જ જરૂરી છે. ખાસ કરીને મહારાષ્ટ્રમાંથી આવતા મુસાફરો ડબલ મ્યુટન્ટ વાયરસ (double mutant covid) લઈને આવી રહ્યાં છે. આ જોતા ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. આ આંકડો સતત વધી રહ્યો છે. જેને જોતા ગુજરાત સરકાર દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે. આ વચ્ચે ગુજરાતથી 3 રાજ્યોને જોડતી એસટી બસની સુવિધા પર મોટી અસર પડી છે.

50 ટકા બસ સેવા હંગામી ધોરણે બંધ કરાઈ: કોરોનાની અસરને પગલે સૌથી મોટી અસર gsrtc સેવા પર થઈ છે. ત્યાર તકેદારીના ભાગરૂપે એસટી નિગમ દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. પ્રવાસીઓની સંખ્યા ઘટતા મહારાષ્ટ્ર (maharastra), મધ્યપ્રદેશ (madhya pradesh) તરફની બસ સેવા બંધ કરાઇ છે. રાજસ્થાન તરફના પ્રવાસીઓ ઘટતા 50 ટકા બસ સેવા હંગામી ધોરણે બંધ કરાઈ છે. આ કારણે એસટી નિગમની આવકમાં પણ ઘટાડો થયો છે. ત્યારે પરિસ્થિતિ મુજબ નવો નિર્ણય કરવામાં આવશે તેવુ કહેવાયું છે.

રાજકોટથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર જતી બસ સેવા પણ બંધ: તો બીજી તરફ, રાજકોટ એસટી વિભાગમાં 50 થી વધુ મુસાફરો સંક્રમિત થયા છે. જેથી રાજ્યમાં 90 થી વધુ એસ.ટી બસ સ્ટેન્ડના શેડ્યુલ રદ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજકોટથી આંતરરાજ્ય બસ સેવા પણ બંધ કરવામાં આવી છે. રાજકોટથી રાજસ્થાન અને મહારાષ્ટ્ર જતી બસ સેવા પણ બંધ કરવામાં આવી છે.

આ રીતે ગુજરાતના વિવિધ શહેરોમાંથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાન જતી બસોને અસર થઈ છે. તમામની 50 ટકા ટ્રીપ રદ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો