ટ્રેનમાં માસ્ક વગર પ્રવાસ કરવો મોંઘો પડશે, રેલવે ફટકારશે 500 રૂપિયાનો દંડ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

કોરોના સંક્રમણનાં વધતા કેસને જોતા રેલવેએ કોરોના પ્રોટોકોલનું પાલન માટે કડકાઇની શરૂઆત કરી દીધી છે, રેલવે બોર્ડએ એક હુકમ જારી કરી રેલવે પરિસર અને ટ્રેનોમાં માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો દંડ લગાવવાનો નિર્ણય કર્યો છે, આ હુકમનો તાત્કાલિક અસરથી અમલ કરવામાં આવ્યો છે, અને આગામી 6 મહિના સુધી ચાલું રહેશે, રેલવેએ હવે રેલવે કાયદા હેઠળ ગુના રૂપે સામેલ કર્યો છે. રેલવેએ વાયરસનાં ફેલાવાને પ્રતિબંધિત કરવા માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ બાબતોનાં મંત્રાલય દ્વારા જારી કરાયેલા વિવિધ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા માટે આ માસ્ક પહેરવું અનિવાર્ય બનાવ્યું છે.

ભારતીય રેલવે દ્વારા ટ્રેનોનાં આવાગમન માટે 11 મે 2020થી અમલી બનાવેલી SOPમાં કહેવામાં આવ્યું છે કે તમામ પ્રવાસીઓને સલાહ આપવામાં આવે છે, કે તેમને પ્રવેશ અને યાત્રા દરમિયાન માસ્ક પહેરવું જોઇએ, રેલને પરિસરમાં થુકનારા લોકો માટે પણ દંડની જોગવાઇ કરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો