મોરબી સિરામીક એસો. દ્વારા કોરોના ટેસ્ટ કેમ્પ યોજાયો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

મોરબી શહેરમાં કોરોના સંક્રમણ છેલ્લા દિવસોથી ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે ત્યારે વધુમાં વધુ લોકોના સેમ્પલ લઇને કોરના ટેસ્ટ કરવામાં આવે તે જરૂરી છે જેથી કરીને મોરબી સિરામિક એસોસિયેશન સહયોગ મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસે કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યૂ છે અને તેમાં આવતા લોકોનો રેપિડ કીટ મારફતે તાત્કાલિક કોરોનાનો ટેસ્ટ કરીને તેનું રિઝલ્ટ આપવામાં આવી રહ્યું છે અને જે લોકોને કોરોના પોઝિટિવ આવે છે તે વ્યક્તિઓને દવાઓ આપીને 14 દિવસ સુધી પોતાના ઘરની અંદર રહેવા માટે કહેવામાં આવી રહ્યું છે હાલમાં જે રીતે મોરબી શહેરના સામાકાઠે વિસ્તારમાં કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેવી જ રીતે મોરબી સીરામીક એસોસિએશન દ્વારા બપોર પછી ચારથી છ માં સ્વાગત ચોકડી રવાપર રોડ ઉપર પણ કોરોના ટેસ્ટ કેમ્પનું આયોજન કરવામા આવ્યું છે જેમાં પણ કોરોનાના શંકાસ્પદ લોકો અથવા તો જે કોઈ વ્યક્તિને કોરોનાના લક્ષણ જણાતા હોય તે લોકોના ટેસ્ટ કરી આપવામાં આવશે તેવું જાણવા મળેલ છે આ કેમ્પને સફળ બનાવવા માટે મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશભાઈ જેતપરીયા, મુકેશભાઈ કુંડારિયા તેમજ હરેશભાઈ બોપલિયા, નિલેષભાઈ પટેલ સહિતના દ્વારા જહેમત ઉઠાવવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો