CBSE બાદ ICSE અને ISCની પરીક્ષા પણ મોકૂફ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

કોરોના વાયરસ મહામારીના ભય વચ્ચે કાઉન્સિલ ફોર ધ ઈન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન અર્થાત સીઆઇએસસીઇએ આસીએસઈ (ધોરણ 10) અને આઈએસસી (ધોરણ 12) ની પરીક્ષાઓને સ્થગિત કરી દીધી છે. પરીક્ષાની નવી તારીખો પર અંતિમ નિર્ણય જૂન 2021ના પહેલા અઠવાડિયા સુધીમાં લેવાશે.

હકિકતમાં સીબીએસઈ દ્વારા ધોરણ 10ની પરીક્ષા રદ કરવાના અને 12માની પરીક્ષા સ્થગિત કરાયા પછીથી હવે સીઆઇએસસીઇ તરફથી આઇસીએસઇ અને આઇએસસીની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરી છે. સીઆઇએસસીઇના મુખ્ય કાર્યકારી અને સચિવ જી એરાથૂને આ વાતની જાણકારી આપી છે.

જણવાઈ રહ્યું છે કે ધોરણ 12ની પરીક્ષા ઓફલાઈન બાદની તારીખોમાં: નક્કી કરવામાં આવશે. જ્યારે 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક છે. 10માના જે વિદ્યાર્થી પરીક્ષામાં શામેલ થવા નથી ઈચ્છતા તે તેમના રિઝલ્ટ માટે સીઆઇએસસીઇ એક માપદંડ નક્કી કરાયું છે.

જણાવી દઈએ કે કોરોના સંકટમાં એમી બોર્ડ, રાજસ્થાન બોર્ડ, હિમાચલ પ્રદેશ બોર્ડ મહારાષ્ટ્ર બોર્ડે પણ પરીક્ષાઓ સ્થગિત કરી દીધી છે. ઉત્તર પ્રદેશમાં એકથી લઈને 12મા ધોરણ સુધી સ્કૂલને 15 મે સુધી બંધ કરી દીધી છે. જ્યાં 8 મેથી પરીક્ષાઓ ચાલુ થવાની હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો