સંક્રમણ-બેડ-મૃત્યુ સહીતના સાચા આંકડા જાહેર કરો: હાઈકોર્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.17-04-2021

ગુજરાતમાં કોરાના કાળમાં સરકારની કામગીરી અંગે પ્રશ્ર્ન ઉઠાવતાં હાઈકોર્ટે અગાઉ અને નિર્દેશો આપ્યા હતા અને આજે સુનાવણીમાં આગળ વધતા કોરોના સંક્રમણનાં સાચા અને પારદર્શી આકડા જાહેર કરવાનો આદેશ આપ્યો છે. આ સપ્તાહમાં બીજી વખત સરકારની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે લોકોને વિશ્વાસ બેસે તે રીતે કાર્યવાહી થવી જોઈએ કોરોનામાં સરકાર વેકસીનથી લઈને બેડ તથા મૃત્યુ સહીતનાં સાચા આંકડા જાહેર કરે તે જરૂરી છે અને સરકારે એમ કહેવુ પડશે. હાઈકોર્ટનાં મુખ્ય ન્યાયમુર્તિ ભાર્ગવ કારીયાની બનેલી ખંડપીઠે હજુ આ સપ્તાહની શરૂઆતમાંજ રાજય સરકારને બેડ વ્યવસ્થા મુદે ફટકાર લગાવી હતી અને જણાવ્યુ હતું કે બેડ ઉપલબ્ધ છે. તેવા દાવા વચ્ચે પણ દર્દી એકથી બીજી હોસ્પીટલમાં ચકકર કાપે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો