(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-04-2021
કોરોના સંક્રમણે એ હદે હાહાકાર મચાવ્યો છે કે ભારતના વિવિધ રાજ્યોમાં હોસ્પિટલો માટે મેડિકલ ઓક્સિજનની પણ અછત જોવા મળી રહી છે.આ સંજોગોમાં કેન્દ્ર સરકારે વિદેશથી પચાસ હજાર મેટ્રિક ટન મેડિકલ ઓક્સિજન આયાત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે બહુ જલ્દી ટેન્ડર બહાર પાડવામાં આવશે. સરકારે કહ્યુ હતુ કે, કોવિડના વધતા જતા કેસને જોતા આ ઓક્સિજન મંગાવવામાં આવશે. આ ઓક્સિજન જ્યાં કોરોનાનુ સંક્રમણ વ્યાપક છે તેવા રાજ્યોને પૂરો પાડવામાં આવશે.
આ રાજ્યોમાં મહારાષ્ટ્ર, એમપી, ગુજરાત, યુપી, દિલ્હી, છત્તીસગઢ, કર્ણાટક, કેરલ, તામિલનાડુ, પંજાબ અને હરિયાણાનો સમાવેશ થાય છે. સરકારે સાથે સાથે રાજ્યોને નિર્દેશ આપ્યો છે કે, ઓક્સિજનનો ઉપયોગ સાવધાની પૂર્વક કરે અને વેડફાટ ના થાય તેનુ પણ ધ્યાન રાખે. સરકારનુ કહેવુ છે કે, દેશમાં રોજ 7000 મેટ્રિક ટન ઓક્સિજન ઉત્પાદન કરવાની ક્ષમતા છે. મેડિકલ ઈમરજન્સીને જોતા સ્ટીલ પ્લાન્ટના ઓક્સિજનનો ઉપયોગ પણ હોસ્પિટલો માટે કરાઈ રહ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો