ડુપ્લીકેટ માસ્કનું મહાકૌભાંડ: જો આ માસ્ક પહેર્યો હશે તો તમને કોરોના થવાની શક્યતા વધારે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

અમદાવાદ: કારંજ પોલીસે શહેરના રીલીફ રોડ પર આવેલ અંબીકા સેન્ટર નામની દુકાનમાંથી બાતમીના આધારે રેડ કરતા પુમા કંપનીના ડુપ્લીકેટ માસ્કનો જથ્થો મળી આવ્યો હતો. જોકે પોલીસને જથ્થો મલી આવતા કોપીરાઈટના ફીલ્ડ ઓફીસરને જાણ કરી હતી. કોપીરાઈટ ફીલ્ડ ઓફીસર દુકાનમાં આવી પુમા કંપનીના સીંમબોલ વાળા માસ્કનો જથ્થાને ચેક કરતા ડુપ્લીકેટ હોવાનુ પોલીસને જણાવ્યું હતુ.

તમામ માસ્ક ડુપ્લીકેટ હોવાનુ સાબીત થતા કારંજ પોલીસે દુકાનના માલીક વિકાસ પટેલ સામે કોપીરાઈટ એક્ટ મુજબનો ગુનો નોંધી માસ્કનો જથ્થો ગણતા આશરે 4000 જેટલા પુમા કંપનીના અલગ અલગ માસ્ક મળી આવ્યા હતા. પોલીસે આરોપી વિકાશ પટેલની વધુ પૂછપરછ કરતા આરોપી રીલીફ રોડ પર આવેલ તેની દુકાનની નીચે જ આ માસ્કનુ મેન્યુફેક્ચરીંગ કરતો હતો. હોલસેલમાં વેચતો હતો.પોલીસની પ્રાથમીક પુછપરછમાં આરોપી હોલસેલમાં ડિલરોને માત્ર 5 રુપીયાના ભાવે માસ્ક વેચતો હતો. ચોકવનારી વાત તો એ છે કે, પાંચ રુપીયા લેખે આશરે 4000 માસ્કની કિંમત 20,000 રુપીયા સામે આવી હતી. એટલે કે પોલીસે આશરે 20000 જેટલો  મુદ્દામાલ જપ્ત કર્યો છે.

હાલ તો કારંજ પોલીસે આરોપીની ધરપકડ કરી માસ્ક બનાવવા માટે પુમા કંપનીનુ કાચુ મટીરીયલ ક્યાથી લાવતો હતો અને કેટલા સમયથી આરોપી ડુપ્લીકેટ માસ્કનો મેન્યુફેક્ચરીંગ કરે છે તેને લઈને તપાસ શરુ કરી છે. પોલીસ તપાસમાં તમામ ચોકવનારા ખુલાસા સામે આવશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો