કોરોના કામગીરી કરતા ઈન્ટર્ન અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ માટે સરકારનો મોટો નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.16-04-2021

રાજ્યમા પ્રવર્તી રહેલી કોરોનાની સાંપ્રત પરિસ્થિતિમાં માનવ સેવાના ઉમદા કાર્યમાં જોડાયેલા ઈ ઈન્ટર્ન અને રેસિડેન્ટ્સ ડૉક્ટર્સ માટે સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000નું ખાસ કૉવિડ પ્રોત્સાહન ભથ્થું આપવાનો આરોગ્ય વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય કરાયો છે.

ગુજરાતમાં કોરોનાના આ સમયમાં મેડિકલ, ડેન્ટલ, ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ તથા અનુસ્નાતક અને સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસિડેન્ટસ ડૉક્ટર્સ કોરોનાના દર્દીઓની સારી સેવા-સુશ્રુષા કરી રહ્યા છે તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે રાજ્યની સરકારી તેમજ GMERS મેડીકલ કોલેજમાં ઈન્ટર્નશીપ કરતાં કોવિડના સમયગાળામાં કાર્યરત ઇન્ટર્ન્સ અને રેસિડેન્ટસ ડૉક્ટર્સનું સ્ટાઇપેન્ડ વધારીને રૂ. 13,000 કર્યું હતું. હવે કૉવિડમાં સેવાઓ આપનાર તમામ ઇન્ટર્ન્સ અને રેસિડન્ટસ ડૉકટર્સને રૂપિયા 13,000ના સ્ટાઇપેન્ડ ઉપરાંત 30મી જૂન, 2021 સુધી દર મહિને વધારાના રૂપિયા 5,000નું ખાસ કૉવિડ પ્રોત્સાહન ભથ્થું આપવાનો નિર્ણય લીધો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો