(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-04-2021
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દેશમાં પહેલીવાર ડ્રાઈવ થ્રૂ RT PCR ટેસ્ટ લઈને આવ્યું છે. જેમાં તમે કારમાં બેઠાં બેઠાં જ RT PCRનો ટેસ્ટ કરાવી શકો છો. અમદાવાદ શહેરમાં આજે બુધવારથી GMDC મેદાન ખાતે ડ્રાઈવ થ્રુ RT-PCR ટેસ્ટ કરવાની શરૂઆત કરવામાં આવી છે. અહીં વાહનમાંથી બહાર નીકળ્યા વગર જ કોરોના ટેસ્ટ કરાવી શકો છો. એક ટેસ્ટ માટે રૂપિયા 800 ચૂકવવા પડશે. અહીં તમને 24 કલાક બાદ RTPCR રિપોર્ટ મળશે. જેના માટે હાલ GMDC મેદાનમાં 5 કલેક્શન સેન્ટર ઉભા કરાયા છે.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપના આધારે ડ્રાઈવ થ્રૂ RT PCR ટેસ્ટની સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સુવિધામાં તમે કાર લઈને GMDC ગ્રાઉન્ડ ખાતે જશો ત્યારે એન્ટ્રી પોઈન્ટ પર QR કોડ સ્કેન કરીને તમે રજિસ્ટર કરાવી શકો છો. અને રજિસ્ટ્રેશનના આધારે તમને ટોકન નંબર આપવામાં આવશે.
ગણતરીના મિનિટોમાં જ તમે રિપોર્ટ કરીને બહાર નીકળી શકો છો. જો કે તમારો રિપોર્ટ આવતાં 24થી 36 કલાક લાગશે. અને ટેસ્ટ માટે તમે સ્થળ પર જ પેમેન્ટ કરી શકો છો. અથવા ઓનલાઈન પેમેન્ટની પણ સુવિધા રાખવામાં આવી છે. અને ટેસ્ટ માટેની રકમ 800 રૂપિયા નક્કી કરવામાં આવી છે. અને ટેસ્ટ માટે તમારે કોઈપણ પ્રકારની એપોઈન્ટમેન્ટ લેવાની જરૂર નહીં પડે. તમે સ્થળ પર સીધા જ પહોંચીને ટેસ્ટ કરાવી શકો છો. અને સવારના 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી આ ડ્રાઈવ થ્રૂ ટેસ્ટ કરવામાં આવશે. અને ઉલ્લેખનીય વાત એ છે કે દેશમાં સૌપ્રથમ વાર આ પ્રકારનો ડ્રાઈવ થ્રૂ ટેસ્ટ અમદાવાદમાં શરૂ કરવામાં આવ્યો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો