રાજકોટમાં રાત્રી કર્ફ્યુનું કડક પાલન કરાવતા પોલીસ જવાનો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

(જય કોટક, રાજકોટ) કોરોનાની બીજી લહેર ખુબ ઘાતક રીતે ફેલાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા મહાનગરોમાં રાત્રીના 8 વાગ્યા બાદ રાત્રી કોરોના કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. જેનો રાજકોટ શહેર પોલીસ ચુસ્ત અમલવારી કરાવી રહી છે.

રાજકોટના માધાપર વિસ્તારમાં રાત્રીના 8 વાગ્યા બાદ કર્ફ્યુ લગતા ની સાથે જ બેરિકેટિંગ કરી દેવામાં આવે છે અને 8 વાગ્યા બાદ જો કોઈ કર્ફ્યુનો ભંગ કરતો ધ્યાનમાં આવે તો તુરંત કાર્યવાહી કરવામાં આવી રહી છે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો