મોરબી સિરામિક ઉદ્યોગકારોએ 200 ઇન્ડસ્ટ્રીયલ બોટલને મેડિકલ ઓકિસજનના બાટલામાં કન્વર્ટ કરી આપ્યા

મોરબીના સિરામિક એસોસિએશને 200 ઇન્ડસ્ટ્રીયલ બોટલને ઓક્સિજનના બાટલામાં કન્વર્ટ કરી નાખ્યા છે ત્યારબાદ આ તમામ બાટલામાં ફેનિક્સ સીરામિકે ઓકિસજન ભરાવીને દર્દીની સેવા માટે અર્પણ કરી દીધા છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-04-2021

મોરબી સીરામીક એસો. ની ટિમ મોરબી સિવિલ હોસ્પિટલની પ્રમુખ જરૂરિયાત એવી ઓક્સિજનની સપ્લાય ની તાતી જરૂરિયાત છે ત્યારે ઓક્સિજનની શોર્ટેજ દૂર કરવા માટે એશોસીએસને ટેકનીકલ અને ઓકેસીજન સપ્લાયર તુલસીભાઇ સાથે વાત કરી ફેકટરીમા પડેલ બિન ઉપયોગી ઇન્ડસ્ટ્રીયલ બોટલ ઉદ્યોગમા વાપરવાના બદલે તેને મેડીકલમા કન્વર્ટ કરી શકાય કે કેમ? જયારે ઇન્ડસ્ટ્રીયલ બોટલને મેડિકલ બોટલમાં કન્વર્ટ થઇ શકાય તેમ હોય તેઓએ તાબડતોબ લોકોને બિનઉયોગી સિલિન્ડરને કન્વર્ટ કરવા અપીલ કરતાની સાથે 200 જેટલા બાટલાની વ્યવ્યસ્થા થઇ ગઈ હતી આ બાટલાઓમાં ઓક્સીજન ભરવા તેમજ કન્વર્ટ કરવાની સેવા તુલસીભાઇ (ફેનીક્સ સિરામીક વાળા)એ કરી આપેલ છે. ત્યારે આજે મોરબીમા મહ્દઅંશે રાહત થઇ છે. આ ઘટનાને લઈને એસોસિએશન તરફથી જણાવાયું છે કે એક વિચાર જો માનવીય અભિગમ સાથે અપનાવામા આવે તો ૧૦૦% તેમા ઇશ્વરીય તાકાત તમારી સાથે જોડાય અને તમે સફળ થઇ શકો. આ મહામારીમાં બધાયે સાથે મળીને લડવાનું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો