એઇમ્સમાં કોરોના કાળ દરમિયાન વી.આઇ.પી. કલ્ચર બંધ કરો તબિબોનો વડાપ્રધાનને પત્ર

રાજનેતાઓ, ઉચ્ચ અધિકારીઓ તથા રાજકિય પક્ષના કાર્યકર્તાઓ એઇમ્સ સહિતની સરકારી હોસ્પિટલોમાં આઇ.સી.યુ., ઓકિસજન બેડ પચાવી પાડે છે : સામાન્ય લોકોની સુવિધા છીનવાઇ જાય છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.14-04-2021

 દેશમાં કોરોના સંક્રમણ સમયે સરકારી હોસ્પીટલોમાં જે રીતે દર્દીઓ સતત વધી રહયા છે અને ઓકસીજન તથા વેન્ટીલેટર સહીતની બેડની સંખ્યા પણ ઘટી રહી છે તેમાં એઇમ્સ સહીતની હોસ્પીટલોમાં વીઆઇપી કલ્ચરને કોરોના કાળ દરમ્યાન સસ્પેન્ડ કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પત્ર લખીને માંગણી કરી છે. હાલમાં જ ભુવનેશ્ર્વરમાં એઇમ્સના તબીબ એસો. દ્વારા જણાવાયુ છે કે હોસ્પીટલમાં આઇસીયુ, ઓકસીજન બેડ સહીતની જે સુવીધાઓ છે તે મોટાભાગે વીઆઇપી, રાજનેતાઓ અને વગદાર કાર્યકર્તાઓ માટે જ અનામત હોય તેવી સ્થિતી બની રહી છે. અને જેઓને જરુર ન હોય તેઓને પણ આ પ્રકારની વિઆઇપી સુવિધાનો આગ્રહ રાખે છે તથા ઉચ્ચ કક્ષાએ ભલામણ કરાવે છે. કેન્દ્ર સરકાર દ્વારા એઇમ્સમાં વીઆઇપી કોટા આપવામાં આવ્યો હોય છે. અને હાલ કોરોના કાળમાં જયારે સામાન્ય વ્યકિતને પણ એઇમ્સ સહીતની સારવારની જરુર પડે છે તે સમયે તેઓને ઓકસીજન કે વેન્ટલેટર સાથેના બેડ મળતા નથી અને વીઆઇપી તરીકે પોતાને ગણાવીને નેતાઓ તબીબોને ઘરે પણ બોલાવીને સારવાર માટેની ફરજ પાડે છે. વડાપ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યુ કે એઇમ્સના તબીબો દરેક વ્યકિતની સારવાર માટે ખડેપગે કામગીરી કરી રહયા છે. પરંતુ વીઆઇપી કલ્ચર એ સતત તેમને પરેશાન કરી રહયુ છે તેથી હાલ તુરંત તેનો અંત લાવવો જોઇએ. જેથી સામાન્ય વ્યકિતને પણ શ્રેષ્ઠ સારવાર ઉપલબ્ધ બની રહે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો