કોરોના વાયરસ આપણા વચ્ચે લાંબો સમય રહેવાનો છેઃ WHOની દુનિયાને ચેતવણી

World Health Organization leaders at a press briefing on COVID-19, held on March 6 at WHO headquarters in Geneva. Here's a look at its history, its mission and its role in the current crisis.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ ગેવ્યેસિસે ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોના વાયરસ હાલમાં તો આપણી વચ્ચેથી જવાનો નથી અને લાંબા સમય સુધી તે રહેવાનો છે.

તેમણે દુનિયાને સતર્ક રહેવા માટે અપીલ કરીને કહ્યુ છે કે, એશિયા અને મિડલ ઈસ્ટના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બીજી તરફ કોરોનાની વેક્સીન પણ આપવામાં આવી રહી છે પરંતુ લોકોએ બેદરકારી દાખવવાની નથી.રોજે રોજ સાવધાની રાખવી જરુરી છે. આ વાયરસન રોકી શકાય છે અને ઘણા દેશો સફળ પણ થયા છે. હવે તેઓ ખુશી મનાવી રહ્યા છે.

તેમણે કહ્યુ છે કે, દુનિયાની ઈકોનોમી ખુલે, વિવિધ દેશો વચ્ચે વેપાર અને મુસાફરી ફરી શરુ થાય તે જોવાની ઈચ્છા છે પણ જ્યારે કેટલાક દેશોમાં મોતનો આંકડો વધી રહ્યો છે ત્યારે લોકોએ સાવધ રહેવાની જરુર છે.

ટ્રેડોસે કહ્યુ હતુ કે, કોરોના વાયરસનુ સંક્રમણ લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેવાનુ છે. પણ તેની સામે હકારાત્મક વલણ અપનાવવુ પડશે. વર્ષની શરુઆતમાં કોરોનાના કેસ ઘડી રહ્યા હતા પણ હવે ફરી સંક્રમણ તેજ બન્યુ છે. તેની સામે સાવધ રહેવાની અને વેક્સીન લેવાની જરુર છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો