મોત નહિં મોજ મહત્વની! 50 ટકા લોકો કોરોના કાળમાં પ્રવાસ કરવા માંગે છે!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.13-04-2021

45 ટકા લોકોએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું: લોકલ સર્કલના સર્વેમાં બહાર આવી વિગત

દેશભરમાં કોરોનાની બીજી ખતરનાક લહેરે કહેર મચાવ્યો છે.તેમ છતા 50 ટકા એવા લોકો છે જેમણે આવી હાલતમાં પણ ઉનાળુ વેકેશનનો પ્રવાસનો પ્લાન બનાવ્યો છે. લોકલ સર્કલ્સે લોકોનો સર્વે કરીને આગામી ત્રણ મહિનામાં કોરોનાની સ્થિતિ જોતા તેમનું શું પ્લાનીંગ શું છે અને તેમાં શું ફેરફાર થઈ શકે છે.

સર્વેમાં પૂછવામાં આવ્યું હતું કે આગામી મહિનામાં ત્રણ મહિનામાં કયા પ્રકારની યાત્રાની યોજના કરી રહ્યા છો! 8634 લોકો પાસેથી મળેલા જવાબમાં 45 ટકાએ જણાવ્યું હતું કે તેઓ કયાંય પણ પ્રવાસ કરવા નથી માગતા અને ઘરમાં જ રહેશે.જયારે 24 ટકાએ કહ્યુ હતું કે તેઓ સગા સબંધી કે મિત્રોના ઘેર જશે. 17 ટકાએ જણાવ્યું હતું કે તેઓ હોલી-ડે ડેસ્ટીનેશન પર જશે.9 ટકાએ જણાવ્યું હતું કે તેઓ રજાઓમાં કોઈ હોલી-ડે સ્પોટ પર જશે અને સબંધીઓને ત્યાં પણ જશે. જયારે 5 ટકા કંઈ નહોતા કહી શકયા, મતલબ કે 50 ટકા યાત્રા કરવાની પ્લાનીંગ કરી રહ્યા હતા.

38 ટકા લોકોએ બુકીંગ કેન્સલ કરાવ્યુ: જયારે લોકોને પૂછવામાં આવ્યું કે આપે યાત્રા માટે બુકીંગ કરાવી લીધુ છે? તો 38 ટકા લોકોએ કેન્સલ કરાવ્યુ છે. જયારે 25 ટકાએ જણાવ્યું હતું કે તેઓ બુકીંગ કરાવી ચુકયા છે. જયારે અન્ય લોકોએ કહ્યું કે બુકીંગ રદ કરાવવુ પડશે. 12 ટકાએ જણાવ્યું હતું કે બુકીંગ કરાવ્યુ નથી પણ ઝડપથી કરાવશુ. 25 ટકાએ જણાવ્યું હતું કે છેલ્લી ઘડીએ જ બુકીંગ કરાવશુ.

આ પણ વાંચો : ગુજરાત સરકારના નામનો ફેક લેટર વાઇરલ કરનાર ઝડપાયો

જયારે લોકોને સફરમાં તેમની ચોઈસ પૂછી તો સૌથી વધુ 30 ટકાએ વિમાન યાત્રાને પસંદ કરી હતી. કાર/ટેકસી/બસને 24 ટકાએ પસંદ કરી ટ્રેનના માત્ર 4 ટકાએ પોતાની ચોઈસ જણાવી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો