રેમડેસિવીર ઇન્જેક્શન ખરેખર શું છે અને કેવી રીતે કામ કરે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.12-04-2021

કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે અને  એ વચ્ચે હોસ્પિટલોમાં ન માત્ર બેડની અછત ઉભી થઇ છે, પરંતુ, કોરોનાની સારવારમાં પ્રભાવી મનાતા રેમિડેસિવર ઇંજેશનની પણ ભારે માંગ ઉભી થવાને કારણે અછત ઉભી થઇ છે. દેશના કેટલાંક ભાગોમાં આ ઇંજેકશનના કાળાબજાર અને સ્ટોક સંગ્રહની પણ ફરિયાદ ઉઠી છે. દેશના સ્થાનિક બજારમાં રેમિડેસિવીરની અછત ન રહે તેના માટે કેન્દ્ર સરકારે નિકાસ પર પ્રતિબંધ મુકી દીધો છે. મતલબ કે આ  ઇંજેકશનનું ઉત્પાદન માત્ર ભારતમાં જ વેચી શકાશે. રેમિડેસીવર ઇંજેકશનનું નામ આજકાલ ભારે ચર્ચામાં છે તો તમને જે વિગતો જાણવી છે તે અમે અહીં આપી રહ્યા છીએ.

રેમડેસિવિર એ એક એન્ટી વાયરલ દવા છે. આનું ડેલપમેન્ટ હેપટાઇટિસ સી ના ઇલાજ માટે થયું હતું. પરતું, એ પછી ઇબોલા વાયરસની સારવારમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવ્યો. કોરોના વાયરસની સારવારમાં જે શરૂઆતી દવાઓનો ઉપયોગ થતો હતો એમાં પણ રેમડેસિવિરનો સમાવેશ હતો. જો કે 20 નવેમ્બર 2020ના દિવસે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (who)એ કહ્યું હતું કે કોરોના દર્દીઓને રેમડેસિવર ઇંજેકશ આપવાથી ડોકટરોએ બચવું જોઇએ.જેની સામે રેમડેસિવર બનાવતી કંપનીઓએ દલીલ કરી હતી કે આ ઇંજકેશન કોરોનાની સારવારમાં કારગત છે.

ગયા વર્ષ ડિસેમ્બર મહિનામાં બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીએ કોરોના વાયરસથી સંક્રમિત અને દુર્લભ ઇમ્યુનિટી સીસ્ટમ વાળા એક દર્દીને રેમડેસિવર ઇંજેકશન આપ્યું હતું. એ પછી જોવા મળ્યું કે દર્દીની હાલતમાં ઝડપથી સુધારો થઇ રહ્યો હતો.એટલું જ નહીં તેના શરીરમાંથી કોરોના ખતમ થઇ ગયો. આ રિસર્ચને નેચર કોમ્યુનિકેશને પ્રકાશિત કર્યો હતો. એ પછી ભારત સહિત અનેક દેશોમાં રેમડેસિવરના ઉપયોગના સમાચાર સામે આવ્યા. રેમડેસિવર પર રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકોને કહેવું છે કે જયારે દર્દીને કોરોનાના સંક્રમણનું શરૂઆતી સ્ટેજ હોય ત્યારે આ ઇંજેકશ વધારે સફળ રહે છે.

ભારતમાં રેમડેસિવર ઇંજેકશન ડો. રેડ્ડી લેબોરેટરી,ઝાયડસ કેડિલા,સિપ્લા અને હેટેરો લેબ જેવી કંપની બનાવે છે. ઉપરાંત જુબિલિયન્ટ લાઇફ સાયન્સ અને માયલન જેવી કંપની પણ રેમડેસિવર ઇંજેકશ બનાવવાનો પ્રયાસ કરી રહી

છે.

અત્યારે ભારતમાં  આ ઇંજેકશન 100 એમજી વાયલમાં આવી રહ્યું છે. એક વોયલની કિંમત રૂપિયા 2800થી 6,000 રૂપિયા સુધી હોય ચે. જો કે ભારતમાં ગુજરાતની કંપની કેડિલા જાયડસ સસ્તું ઇંજેકશન બનાવે છે જેની કિંમત 400 રૂપિયા હોય છે. ડો. રેડ્ડી આ ઇંજેકશન રૂપિયા 5400 છે. હેટેરોની દવા 5000થી 6000ની વચ્ચે મળે છે.

દેશમાં એક વાર ફરીથી કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર શરૂ થઇ છે. એ પછી રેમડેસિવિર ઇંજકેશન  ડિમાન્ડ વધી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ઇંજેકશનનો ગેરકાયદેસ સ્ટોક કરવામાં આવી રહ્યો છે જેથી ઉંચા ભાવે બ્લેક માર્કેટીંગ થઇ શકે. જેને કારણે બજારમાંથી રેમેડેસિવિરના ઇંજેકશન ગાયબ થઇ ગયા છે.

ગયા સપ્તાહે એવા સમાચાર આવ્યા હતા કે મહારાષ્ટ્રના પરભણી જિલ્લામાં એક મેડિકલ સ્ટોરના માલિકને રેમડેસિવિર ઇંજેકશન 6,000ના ભાવે વેચવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.રેમડેસિવિરની અછતનો મામલો માજ્ઞ મહારાષ્ટ્ર સાથે જ જોડાયેલો છે એવું નથી પણ ભારતના ડ્રગ રેગ્યુલેટરે રાજયોને રેમડેસિવિરના બ્લેક માર્કેટીંગ અને સંગ્રહ રોકવાનો સુચનો કર્યા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો