કોઇપણ હૉસ્પિ.ને કૉવિડ સેન્ટરમાં ફેરવી શકાશે

મુખ્યમંત્રી રૂપાણીએ કર્યો અગત્યનો નિર્ણય: ટૂંક સમયમાં જ સત્તાવાર પરિપત્ર બહાર પડાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-04-2021

રાજકોટ સહિત રાજ્યભરમાં કોરોના મહામારીના વધતા કહેર વચ્ચે દર્દીઓ માટે રાહતચરુપ એવા મહત્વપૂર્ણ નિર્ણયમાં રાજ્ય સરકારે રાજ્યની કોઈપણ હોસ્પિટલને આવશ્યકતા જણાયે કોવિડ સેન્ટરમાં તબદીલ કરવાની મંજુરી આપવા બ્હાલી આપી છે. નોંધનીય છે કે હાલમાં સરકારી ઉપરાંત સ્પેશિયલ કોવિડ માટે રિઝર્વ એવી ખાનગી હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. અધુરામાં પુરુ કોરોનાનો કહેર અવિરત વધતો હોઈ, વધારાના બેડ્સ, ઓક્સિજન સિલિન્ડર્સ તેમજ રેમડેસીવીર જેવા ઈન્જેકશનથી પણ ભારે અછત જોવા મળે છે. બીજી તરફ કેન્દ્ર સરકારે ટ્રેસ અને ટ્રિટમેન્ટ ઉપરાંત ટેસ્ટીંગ પર વધુ ભાર મુક્યો છે. રાજ્ય સરકારોની જવાબદારીવાળી આ કાર્યવાહી પૂર્વે હાલના કોરોના સંક્રમિતોને તત્કાલ થાળે પાડવા પડે અને આવશ્યક સારવાર આપવી પડે. આ સ્થિતિમાં હોસ્પિટલોમાં બેડ્સની અછત મોટો પડકાર હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્યમાં મુખ્યમંત્રી વિજયભાઈએ રાજ્યની કોઈપણ હોસ્પિટલને કોવિડ સેન્ટરમાં ફેરવવાની મંજુરી આપવાનો અવકારદાયક નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએને જણાવ્યુ હતું કે રાજયમાં કોઈપણ હોસ્પિટલ કે નર્સિંગ હોમ પોતાને ત્યાં કોવિડ સેન્ટર ચાલુ કરવા માગતા હોય તે માટેની છૂટ આપી દેવામાં આવી છે. આ અંગેનો સત્તાવાર પરિપત્ર પણ આજે બહાર પડી જશે. તેમણે કહ્નાં હતું કે ઈન્ડિયન મેડીકલ એસોસિએશનના પ્રતિનિધિ મંડળ મળવા આવેલ તેમની સાથે પણ આ વાત થઈ છે. મુખ્યમંત્રીના આ નિર્ણયથી હાલ રાજયમાં કોરોના પેશન્ટોનો રાફડો ફાટ્યો છે તેને સારવાર આપવામાં મોટી સરળતા ઉપલબ્ધ થશે. વિજયભાઈએ એમ પણ કહ્નાં હતું કે તમામ મોટા સેન્ટરોમાં હોસ્પિટલોની બેડ વધારવાની વિજળીક ઝડપે વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો