ઓલપાડ : વેન્ટિલેટરના અભાવે માતાનું મોત થયાનો પુત્રનો આક્ષેપ, શબવાહિની પણ ન મળતા લારીમાં કાઢી અંતિમ યાત્રા

ઓલપાડની કરૂણ ઘટના પુત્ર બોલ્યો, ‘અંતિમ સંસ્કાર કરવા માટે શબવાહિની તો ઠીક પણ સ્મશાનની ચાવી 3 કલાકે આપી’

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-04-2021

કોરોનાવાઇરસનો (Coronavirus) આ કપરો કાળ હજુ કેટલા વિકરાળ દિવસો બતાવશે તેની કોઈને ખબર નથી પરંતુ રોજબરોજ એવી કરૂણ ઘટનાઓ સામે આવી રહી છે જે રૂવાંડા ઉભા કરી નાખનારી છે. સુરત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. જોકે, સુરતના ગ્રામિણ વિસ્તારો પણ હવે સંક્રમણના ઝપટામાં છે. દરમિયાનમાં આજે ઓલપાડમાં (Olpad) એક મહિલાને શ્વાસની તકલીફ હતી. આ મહિલાનું શંકાસ્પદ કોરોનાના (coronavirus) કારણે નિધન થયું હતું. જોકે તેમના પુત્રએ કહ્યું કે મારી માતા માટે વેન્ટિલેટર (Vantilator) ન મળ્યું એના કારણે મોત થયું હતું. જોકે, વેન્ટિલેટર તો ઠીક મૃત્યુ (Death) પછી આ મહિલાને સ્મશાને લઈ જવા પંચાયત શબવાહિની આપવામાંથી પણ રહી

મહિલાના પુત્રએ આક્ષેપ મૂક્યો કે ‘મારી માતાનું સાંજે 7.00 વાગ્યાનું નિધન થઈ ગયું હતું. અમને શબવાહિની ન અપાઈ. શબવાહિની તો ઠીક પરંતુ સ્મશાનની ચાવી જ 3 કલાકે આપવામાં આવી હતી. હવે કોઈ વ્યવસ્થા ન હોવાથી અમારે લારીમાં અંતિમ યાત્રા કાઢવી પડશે.’

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો