ખાનગીકરણ માટે વધુ 5 બેન્ક થઈ શોર્ટ લિસ્ટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.11-04-2021

સરકાર પહેલા તબક્કામાં ઓછામાં ઓછા 2 સાર્વજનિક સેક્ટરની બેંકોનું ખાનગીકરણ કરી શકે છે. સરકારના 2 સૂત્રોએ જણાવ્યું કે આવનારા અઠવાડિયે નીતિ આયોગ, ભારતીય રિઝર્વ બેંક અને નાણા મંત્રાલયની નાણા સેવાઓ અને આર્થિક મામલાના વિભાગોના વરિષ્ઠ અધિકારીઓની બેઠક છે. આ બેઠક 14 એપ્રિલ(બુધવારે) થશે. બેઠકમાં ખાનગીકરણની સંભવિત બેંકો પર ચર્ચા થશે. સૂત્રોએ કહ્યું કે ચારથી 5 પીએસબીનુ સૂચન નીતિ આયોગ દ્વારા આપવામાં આવ્યું છે અને બેઠકમાં તેના પર ચર્ચા કરાશે.

બિઝનેસ સ્ટાન્ડર્ડની રિપોર્ટ મુજબ નીતિ આયોગે 4-5 બેંકોના નામ સૂચવ્યા છે મનાઈ રહ્યું છે કે આ બેઠકમાં કોઈ બેના નામ નક્કી કરી લેવામાં આવશે. પ્રાઈવટાઈજેશનની લિસ્ટમાં બેંક ઓફ મહારાષ્ટ્રા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક ઓફ ઈન્ડિયા, સેન્ટર બેંકના નામની ચર્ચા છે. આ બેંકોના શેરમાં પણ બમ્પર ઉઠાળો જોવા મળી રહ્યો છે. શુક્રવારે

નિફ્ટી પીએસયુ બેંક્સના શેરમાં લગભગ 3 ટકાની તેજી (ઈનટ્રા ડે સુધી) જોવા મળી છે.

નીતિ આયોગ મુજબ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ઉપરાંત જે બંકોનું છેલ્લા કેટલાક સમયથી એકિકરણ કરવામાં આવ્યું છે તે બેંકોનું પ્રાઈવટાઈજેશન નહીં થાય. આ સમયે દેશમાં 12 સરકારી બેક છે. રિપોર્ટના આધાર પર ખાનગીકરણની લિસ્ટમાં એસબીઆઈ ઉપરાંત પંજાબ નેશનલ બેંક, યુનિયન બેંક, કેનરા બેંક, ઈન્ડિયન બેંક અને બેંક ઓફ બરોડા નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો