મોરબીની સ્થિતિ કલ્પનાથી પણ ખરાબ : 108 માં પણ અડધો કલાક સુધી વેઇટિંગમાં..!! સિવિલ ફૂલ: પ્રાઈવેટ હોસ્પિટલો ફૂલ : ઓક્સિજન ખતમ: જીવતા રહેવા સ્વૈચ્છિક લોકડાઉન કરો જેવી સ્થિતિ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.10-04-2021

મોરબીમાં અત્યારની તારીખ 10-4-2021 અને સમય : રાત્રીના 9:33 વાગ્યે સ્થિતિ એવી વણસી ગયી છે કે જો તમને ઇમર્જન્સી ઉભી થઇ હોય અને તમે 108 ને ફોન કરો તો ત્યાં પણ અડધો કલાક જેટલું વેઇટિંગમાં વારો આવી રહ્યો છે, સિવિલ હોસ્પિટલમાં આ સમય દરમિયાન પ્રકાશભાઈ વિઠલાપરા નામના દર્દીને ઓક્સિજનની કમી થતા 108 ને ફોન કરતા 108 દ્વારા અન્ય જગ્યાએ વ્યસ્ત હોવાથી અનિશ્ચિત સમય સુધી વારો આવે તેમ નથી તેમ જણાવવામાં આવી રહ્યું છે. જયારે તેઓ પ્રાઇવેટ વાહનમાં ઇમર્જન્સીમાં સિવિલ દોડી ગયા ત્યાં ઇમર્જન્સી હોવા છતાં, ઇમર્જન્સી વોર્ડમાં પણ જગ્યા ના હોવાનું જણાવી બહાર કાઢી મુકવામાં આવ્યા છે.

આ સમય દરમિયાન સમગ્ર શહેરમાં એક પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં ઓક્સિજનની વ્યવસ્થાવાળા બેડ ખાલી નથી. આ પેશન્ટને સિવિલની બહાર કોઈ ખાનગી વાહનમાં જામનગર લઇ જવા જણાવી રહ્યા છે. આવા અનેક દર્દીઓ સારવાર મેળવવા તથા ઓક્સિજન માટે વલખાં મારી રહ્યા છે.

CM વિજયભાઈ રૂપાણી મોરબીની પરિસ્થિતિનો તાગ મેળવીને ગયા તેમ છતાં પણ હજુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી. આવી પરિસ્થિતિમાં લોકોએ સ્વૈચ્છિક ક્વોરેન્ટાઇન થઇ જવું જ હિતાવહ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો