કેન્દ્રએ ગુજરાતને 4200 વેન્ટિલેટર અને 80 લાખ વેક્સિન ડૉઝ ફાળવ્યા: વિજયભાઈ રૂપાણી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-04-2021

દેશભરમાં કોરોનાની વકરતી પરિસ્થિતિ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી હતી. પીએમ રૂપાણી પણ આ ચર્ચામાં જોડાયા હતા. પીએમ મોદી સાથેની બેઠક બાદ રૂપાણીએ નિવેદન આપ્યું છે. જેમાં કેન્દ્ર સરકારે 4200 વેન્ટિલેટર ગુજરાતને ફાળવ્યા છે. રાજ્યને 80 લાખ જેટલા વેક્સિન ડોઝ પણ કેન્દ્ર દ્વારા ફાળવ્યા છે.

તો કોરોનાની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું, આગામી દિવસોમાં આરટી-પીસીઆર ટેસ્ટ તંત્ર વધારાશે.

રોજના 60 હજાર આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનો સરકારનો લક્ષ્યાંક છે.એક સપ્તાહમાં 10 હજાર કોવિડ બેડ ઉપલબ્ધ કર્યા હોવાની વાત પણ મુખ્યમંત્રીએ કહી છે.1 હજાર જેટલા આઈસીયુ બેડ વધાર્યા છે.

શાળાઓ વિશે પણ મુખ્યમંત્રીએ કહ્યું કે, 30 એપ્રિલ સુધી શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહેશે.

મહામારીના સમયમાં આજે પીએમ મોદીએ 14મી વખત દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાત કરતા કોરોનાની બીજી લહેરને કેવી રીતે પહોંચી વળીશું તેના વિશે વિચાર-વિમર્શ કર્યુ હતું. તેમણે રાજ્યોમાં શાસન સ્તર પર ફરી એક વખત સુધાર કરવાની મુખ્યમંત્રીઓને સલાહ આપી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો