મોરબીમાં શનિ-રવિ સ્વૈચ્છિક બંધ: સોમ થી શુક્ર સવારે 6 થી બપોરે 2 વાગ્યા સુધી જ વેપાર કરવા નિર્ણય

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-04-2021

મોરબી શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે, ત્યારે કોરોનને કંટ્રોલ કરવા માટે તંત્ર, સામાજિક સંસ્થાઓ, સમાજ અને સંગઠન દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવ્યા છે. પરંતુ તેમાં હજુ ધાર્યું પરિણામ મળતું નથી. ત્યારે મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કોન્ફરન્સ હોલમાં મોરબી જિલ્લાના પ્રભારી સચિવ મનીષા ચંદ્રાની હાજરીમાં જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સહિતના જુદા-જુદા એસોસિએશનના પ્રમુખોની હાજરીમાં મીટિંગ યોજાઇ હતી. આ મીટિંગમાં વિસ્તૃત ચર્ચા કર્યા બાદ કોરોના સંક્રમણની ચેઇનને તોડવા માટે અને મોરબી જિલ્લાના લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને મોરબી જિલ્લાની અંદર શનિવાર અને રવિવાર એમ બે દિવસ સંપૂર્ણ સ્વૈચ્છિક બંધ પાળવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ સોમવારથી શુક્રવાર સુધી દરરોજ સવારના 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી જ વેપાર ધંધો કરવા માટેનો નિર્ણય આ બેઠકમાં કરવામાં આવેલ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો