સુરતમાં: કોરોનાના કહેર વચ્ચે શિક્ષકો હવે મૃતદેહની ગણતરી કરશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.09-04-2021

સુરતમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બની ગઇ છે અને રોજ સંખ્યાબંધ મોત થઈ રહ્યા છે. જેને કારણે મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકો પર એક નવી જવાબદારી સોંપવામાં આવી છે. પાલિકાએ કર્મચારીઓના ઓર્ડર સ્મશાન માં કર્યા છે જ્યાં 24 કલાક ફરજ બજાવીને મૃતદેહની ગણતરી કરવી પડશે.

સુરતમાં કોરોના ના કારણે મૃત્યુ પામેલા દર્દી તથા કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે વૃદ્ધોની થયેલી અંતિમવિધિ ના આંકડા વચ્ચે ભારે વિસંગતતા છે. આ અંગે વિવાદ થતાં હવે મહાનગરપાલિકાએ સ્મશાનગૃહમાં કર્મચારીઓને બેસાડવાનો નિર્ણય કર્યો છે.

મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા સ્મશાનગૃહમાં કર્મચારીઓની 6-6 કલાકની ડ્યુટી રાખવામાં આવી છે. સ્મશાનના જે કર્મચારીઓ હોય તે મૃતદેહની નોંધણી કરતા જ હોય છે તેમ છતાં મહાનગર પાલિકાના કર્મચારી અને શિક્ષકો ને સ્મશાનમાં ડ્યુટી આપતા વિવાદ ઉભો થયો છે. સુરતના સ્મશાનમાં કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે અનેક મૃતદેહના અંતિમ સંસ્કાર થઈ રહ્યા છે તેવામાં અહીં ફરજ બજાવતા કર્મચારીઓને સંક્રમણ થાય તેવી ભિતી વધી ગઈ છે. સુરત મહાનગર પાલિકાના કર્મચારી અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોને રાઉન્ડ ધ ક્લોક 24 કલાક સ્મશાનની ડ્યુટી કરવાની રહેશે

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો