ભીમાણી પરિવારના ભિષ્મપિતા શ્રી ધીરુભાઈ ભીમાણીનું દુઃખદ અવસાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.08-04-2021

ભીમાણી પરિવારના શ્રી ધીરુભાઈ ભીમાણી (ઉ. 62) મોભી અને ભીષ્મ પિતા સમાન હતા, તેઓ મિલનસાર પ્રકૃતિ અને સામાજિક એકતાના પ્રતીક હતા, ભીમાણી પરિવારના હડિયાણા ગામે આવેલ ભીમાણી પરિવારના શ્રી સતી માતાજીના મંદિરના પ્રમુખશ્રી હતા.

તેઓનું તારીખ 8-4-2021 ના ગુરુવારના રોજ, મોરબી ખાતે સ્વર્ગવાસ થયેલ છે, આ સમાચાર જાણી સમસ્ત ભીમાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સમસ્ત ભીમાણી પરિવારના લોકોએ તેમના દિવ્ય આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરી હ્યદયપૂર્વક શ્રદ્ધાંજલિ આપી છે.

દિવ્યક્રાંતિ, દિવ્યદ્રષ્ટિ મીડિયા પરિવાર સ્વ. શ્રી ધીરુભાઈ ભીમાણીના આત્માને પરમકૃપાળુ પરમાત્મા ચીર શાંતિ અર્પે તેવી હ્ય્દયપૂર્વકની પ્રાર્થના કરે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો