બેન્કોની લાં…બી હડતાળની તૈયારી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-04-2021

સરકારી બેંકોના ગ્રાહકો માટે જરુરી સમાચાર છે. બેંકો સંબંધિત તમામ જરુરી કામકાજ ફાટફટ પતાવી લો. બેંક ખાનગીકરણને લઈને બેંક યુનિયન એક વાર ફરી હડતાલ કરવાની તૈયારીમાં છે. હાલમાં ભારતીય કર્મચારી સંઘની પરિષદમાં દેશભરના સંગઠનોની સાથે બેઠક કરી છે. આ બેઠકમાં સભ્યોએ પોતાના આંદોલનને તેજ કરવાનું કહ્યું છે. ઉલ્લેખનીય છે કે બેંક યુનિયનોએ સરકારી બેંકોના ખાનગીકરણ કરવાનો નિર્ણય લેવાના વિરોધમાં બેઠક કરી જ્યાં દેશભરના બેંક યૂનિયન અને સંગઠનના સભ્યો સામિલ રહેશે. બેઠક બાદ સંગઠને બેંકોના ખાનગીકરણના કેન્દ્ર સરકારના પ્રસ્તાવના વિરુદ્ધ મોટા સ્તરે હડતાલની ધમકી આપી છે.

આ બેઠકમાં સમગ્ર દેશના વિભિન્ન શહેરોથી 262 જનરલ કાઉન્સિલ સભ્યોએ ભાગ લીધો. બેઠકમાં સર્વસમ્મતિ બેંક ખાનગીકરણની જાહેરાતની વિરુદ્ધ આંદોલન તેજ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. સંઘની બેઠકમાં કહેવામાં આવ્યું કે સામાન્ય પરિષદની બેઠકે પૂરા દેશમાં હમારા તમામ યુનિયનો અને સભ્યોએ આહ્વાન કર્યુ છે કે તે બેંકના ખાનગીકરણની વિરુદ્ધ સંઘર્ષ જારી રાખશે. લાંબા સમય સુધી હડતાલ માટે તૈયાર રહો.ઉલ્લેખનીય છે કે ખાનગીકરણના વિરોધમાં બેંક યુનિયને 15 અને 16 માર્ચે બે દિવસીય રાષ્ટ્રીય હડતાલ કરી હતી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો