હવે કાર્યસ્થળ પર રસીકરણ કેમ્પ, કેન્દ્ર બનાવી રહી છે પ્લાન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-04-2021

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોના અધિક મુખ્ય સચિવ તથા મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય)ને મોકલેલા પત્રમાં કહ્યું કે, રાજ્ય રસીકરણ વધારવા માટે 11 એપ્રિલથી સરકારી તથા ખાનગી કાર્યાલયોમાં કેન્દ્ર શરૂ કરી શકે  છે. 

કેન્દ્ર સરકારે કોરોના રસીકરણની ગતિ વધારવા માટે સરકારી તથા ખાનગી કાર્યાલયોમાં પણ રસીકરણ કેન્દ્ર સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે જો કોઈ સરકારી કે ખાનગી ઓફિસમાં 100થી વધુ લોકો 45 વર્ષથી વધુ ઉંમરના છે તો ત્યાં કેન્દ્ર બનાવી રસીકરણ કરવામાં આવી શકે છે. નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલની ટીમ આ કાર્ય પૂર્ણ કરશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટે દિશાનિર્દેશ જારી કરી દીધા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોના અધિક મુખ્ય સચિવ તથા મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય)ને મોકલેલા પત્રમાં કહ્યું કે, રાજ્ય રસીકરણ વધારવા માટે 11 એપ્રિલથી સરકારી તથા ખાનગી કાર્યાલયોમાં કેન્દ્ર શરૂ કરી શકે  છે. પત્રની સાથે વિસ્તૃત નિયમાવલી મોકલવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોઈ સરકારી તથા ખાનગી કાર્યાલયમાં ત્યારે જ કેન્દ્ર બનાવી શકાય છે જ્યાંરે ત્યાં કામ કરનારા 100 લોકો ઓછામાં ઓછા 45 વર્ષથી વધુની ઉંમરના હોય.

બહારની કોઈ વ્યક્તિને રસી લગાવવાની મંજૂરી નહીં: સામાન્ય રીતે 45-59 ઉંમર વર્ગના લોકોને તેમાં રસી આપવાની છે પરંતુ ઘણી સેવાઓમાં 65 વર્ષ સુધીના લોકો કાર્યરત હોય છે, તેથી જે કર્મચારી ત્યાં છે તેને રસી લગાવી શકાશે. કર્મચારીઓના પરિવારજન કે કોઈ બહારની વ્યક્તિને આવા કેન્દ્રો પર રસીનો ડોઝ આપવાની મંજૂરી હશે નહીં. દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે જિલ્લાધિકારી કે શહેરી એકમોના પ્રમુખની અધ્યક્ષતામાં બનેલી ટાસ્ક ફોર્સ આવા કેન્દ્રોને મંજૂરી આપશે.

મંજૂરી માટે આ છે શરત: સંબંધિત કાર્યાલયે પણ એક નોડલ અધિકારીની નિમણૂંક કરવી પડશે જે રજીસ્ટ્રેશન તથા અન્ય સુવિધા ઓની ઉપલબ્ધતા નક્કી કરશે. કોઈ કેન્દ્રને ત્યારે મંજૂરી  આપવામાં આવશે જ્યારે તે ઓફિસના 50 લોકોએ પહેલા કોવિન પર રજીસ્ટ્રેશન કરાવ્યું હોય. કેન્દ્ર સ્થાપિત કરવાની તૈયારી 15 દિવસ પહેલા કરવી પડશે. સરકારી કે ખાનગી ઓફિસોમાં ચાલનાર આ કેન્દ્રને નજીકની હોસ્પિટલના રસીકરણ કેન્દ્ર સાથે સંપર્ક કરાવવામાં આવશે દતથા ત્યાંથી રસીકર્મીઓની ટીમ પણ આવશે. બાકી સેવાઓ પણ નજીકની હોસ્પિટલમાંથી ઉપલબ્ધ કરાવવામાં આવશે. દિશાનિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે રસીકરણના બાકી બધા નિયમ તેજ રહેશે જે હાલ અન્ય કેન્દ્રો પર લાગૂ છે. ભૂષણે કહ્યુ કે, તેનાથી કર્મચારી બિનજરૂરી યાત્રાથી બચી શકશે. સાથે રસીની બરબાદી પણ રોકી શકાશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો