કોરોના ઈફેક્ટ: એપ્રિલમાં લેવાનારી PSI ની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રખાઈ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.07-04-2021

હાલ રાજ્યમાં કોરોના (Covid 19 ) વિસ્ફોટકને કારણે સ્થિતિ ચિંતાજનક છે. કોરોનાકાળમાં છેલ્લા ઘણા સમયથી સરકારી નોકરીઓ પર બ્રેક વાગી હતી. જે બાદ PSIની પેક્ટિકલ એક્ઝામ (PSI Exam) એપ્રિલ માસમાં રાખવામાં આવી હતી. પણ હવે કોરોના કેસો વધતાં PSIની પ્રેક્ટિકલ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 22 એપ્રિલથી પરીક્ષા લેવાની હતી.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોનાનાં કેસો વધતાં રાજ્યના 20 શહેરોમાં નાઈટ કરફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. અને લગ્ન પ્રસંગમાં 100 વ્યક્તિઓને જ મંજૂરી આપવામાં આવી રહી છે. તેવામાં PSIની પ્રેક્ટિકલ પરીક્ષા પાછી ઠેલવવા માટે કેટલાય લોકોએ માગ કરી હતી. અને તેને લઈને ટ્વીટર પર અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું હતું.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો