મોરબી: “સેવા એજ સંપત્તિ છે” સૂત્રને સાર્થક કરતા મોરબીના સેવાભાવી યુવાન અજયભાઇ લોરિયા

છત્તીસગઢના બિરજપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ માટે સેનિટાઇઝર અને માસ્કનું વિનામૂલ્યે વિતરણ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-04-2021

મોરબી શહેરના સેવાભાવી યુવાન અજયભાઇ લોરિયા દ્વારા છત્તીસગઢના બિરજપુરમાં થયેલા નક્સલી હુમલામાં શહીદ થયેલ વીર જવાનોને શ્રદ્ધાંજલિ માટે સેનિટાઇઝર અને માસ્કનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્યરે ઉલ્લેખનીય છે કે અજયભાઇ લોરિયાએ હાલમાંજ જે કોરોના દર્દીઓને રેમડેસીવર ઈન્જેક્શનની જરૂર હશે તેમને પુરા પાડવાની પણ જાહેરાત કરવામાં આવી હતી, ગત વર્ષ લોકડાઉન દરમિયાન હજારો લોકોને ભોજનની વિનામૂલ્યે વ્યવસ્થા કરી હતી. તો પુલવામાંમાં શાહિદ થયેલ જવાનોના પરિવારજનોના ઘરે પહોંચીને લાખો રૂપિયાની સહાય કરી હતી એવા અનેક સેવાકીય પ્રવૃત્તિ અજયભાઇ લોરિયા યોગ્ય સમયે, અને યોગ્ય રીતે સર્વોત્તમ માનવતાનું કાર્ય કરી રહ્યા છે.

મોરબી શહેરમાં આવી વ્યક્તિ હોવી એ ગર્વ લેવા જેવી બાબત છે. દિવ્યક્રાંતિ મીડિયા પરિવાર અજયભાઈના આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી ધન્યવાદ પાઠવે છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો