મોરબીમાં એસબીઆઈ બેન્કના તમામ બ્રાન્ચના કેશ ડિપોઝીટ મશીન બંધ રહેતા હોવાની ઉઠતી ફરિયાદ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.06-04-2021

મોરબી શહેરમાં છેલ્લા 2-3 દિવસથી એસબીઆઈ બેન્કના ગ્રાહકોમાં કેશ ડિપોઝીટ મશીન બંધ રહેતા હોવાની વ્યાપક ફરિયાદ ઉઠી છે. મોરબીમાં પરાબજારમાં આવેલ બેન્ક પાસેનું મશીન બંધ, સાવસર પ્લોટ બ્રાન્ચનું મશીન બંધ, દરબારગઢ પાસેનું મશીન બંધ, આમ શહેરની મુખ્ય તમામ બ્રાંન્ચોના કેશ ડિપોઝીટ મશીનો બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો