હિપેટાઇટિસની દવાથી થશે કોરોનાની સારવાર? ઝાયડસ કેડિલાએ DCGI પાસે માંગી મંજૂરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-04-2021

Coronavirus News: ઝાયડસ કેડિલાએ કહ્યુ છે કે પેગીલેટેડ ઇન્ટરફેરૉન આલ્ફા-2બીના ત્રીજા તબક્કાના પરીક્ષણ આ દવાથી કોવિડ-19ની સારવારને લઈને ખૂબ જ સારા પરિણામ મળ્યા છે.

દવા બનાવતી કંપની ઝાયડસ કેડિલા (Zydus Cadila)એ ભારતીય ઔષધિ મહાનિયંત્રક (Drugs Controller General of India) પાસેથી હિપેટાઇટીસની દવા (hepatitis drug) પેગીલેટેડ ઇન્ટરફેરૉન આલ્ફા-2બી (Pegylated Interferon Alpha-2b)નો ઉપયોગ કોવિડ-19ની સારવારમાં કરવાની મંજૂરી માંગી છે. ઝાયડસ કેડિલાએ કહ્યુ છે કે પેગીલેટેડ ઇન્ટરફેરૉન આલ્ફા-2બીના ત્રીજા તબક્કાના પરીક્ષણ આ દવાથી કોવિડ-19ની સારવારને લઈને ખૂબ જ સારા પરિણામ મળ્યા છે.

કંપની આ દેવાને ‘પેગીહેપ’ બ્રાન્ડ નામથી વેચે છે. કંપનીએ કહ્યુ કે શરૂઆતના જે પરિણામ સામે આવ્યા છે તેમાં માલુમ પડ્યું છે કે, શરૂઆતના તબક્કામાં જ આ દવાના ઉપયોગથી કોવિડ-19ના દર્દીઓ ખૂબ ઝડપથી ઉગરે છે. સાથે જ આનાથી દર્દીઓને કોઈ સમસ્યા પણ નથી આવતી.

ઝાયડસ કેડિલાએ જેનરિક કોવિડ-19 દવાની કિંમત ઘટાડી

આ પહેલા માર્ચ મહિનામાં ઝાયડસ કેડિલાએ રેમડેસિવીર દવાની પોતાની જેનરિક વર્ઝનની કિંમતમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. જે બાદમાં કંપનીએ કોવિડ-19ની દવાના જેનરિક વર્ઝનનો ભાવ ઘટાડીને 899 રૂપિયા પ્રતિ શીશી (100 MG) કર્યો હતો. કંપનીએ ઓગસ્ટ, 2019માં રેમડેકને દેશમાં રજૂ કરી હતી. એ વખતે ઇન્જેક્શનના સ્વરૂપમાં આપવામાં આવતી દવાની 100 એમજીની શીશીનો ભાવ 2800 રૂપિયા હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો