રાજકોટમાં RTPCR ટેસ્ટના ખોટા ટેસ્ટ રિપોર્ટ અંગે CMએ આપ્યા તાત્કાલિક તપાસના આદેશો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-04-2021

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં  RTPCR ટેસ્ટના ખોટા ટેસ્ટ રિપોર્ટ અંગે પ્રસિદ્ધ થયેલા અખબારી અહેવાલને પગલે રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીને આ સંદર્ભમાં તાત્કાલિક તપાસના આદેશો આપ્યા છે.

મુખ્યમંત્રીએ આ ઘટનામાં જવાબદારો સામે તાત્કાલિક અસરથી કડક પગલાં લેવા તેમજ સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા પણ જિલ્લા તંત્રને સ્પષ્ટ સૂચનાઓ આપી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો