બેંકોએ એટીએમમાંથી નીકળતી ફાટેલી નોટ બદલાવી આપવી જ પડશે, નહીં તો થશે દંડ, જાણો નિયમ

ઘણા લોકો હવે આ ફાટેલી નોટ બદલવા (Exchange) જવી કે નહીં અથવા આ નોટનું શું કરવું તે અંગે મૂંઝવણમાં રહે છે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.05-04-2021

ATMમાંથી તમે કોઈપણ સમયે રૂપિયા મેળવી શકો છો. પરંતુ ઘણીવાર તમારી પાસે ફાટેલી નોટો (Torn notes) આવે છે. ઘણા લોકો હવે આ ફાટેલી નોટ બદલવા (Exchange) જવી કે નહીં અથવા આ નોટનું શું કરવું તે અંગે મૂંઝવણમાં રહે છે. આવા લોકો આવી નોટ ઘરમાં જ રાખી મૂકે છે અથવા નુકસાન સાથે પણ અન્ય જગ્યાએથી આ પ્રકારની ફાટેલી નોટ બદલાવી લે છે. અહીંયા તમને એટીએમમાંથી જો ફાટેલી નોટ નીકળે તો તેનો નીકાલ કેવી રીતે કરવો તે જણાવવામાં આવ્યું છે.

કોઈપણ બેન્ક નોટ બદલવા માટે ઇન્કાર નહીં કરી શકે: ભારતીય રિઝર્વ બેન્કના નિયમ અનુસાર એટીએમમાંથી જો ફાટેલી નોટ નીકળે તો કોઈપણ સરકારી અથવા ખાનગી બેન્કે ફરજિયાત તે નોટને બદલી આપવાની રહેશે. કોઈપણ બેન્ક તે ફાટેલી નોટને બદલી આપવાથી ઇન્કાર નહીં કરી શકે. તમે ફાટેલી નોટ બદલીને યોગ્ય નોટ લઈ શકો છો. ભારતીય રિઝર્વ બેન્ક દ્વારા 2017માં ગાઈડલાઈન જાહેર કરવામાં આવી હતી. જેમાં દરેક બેન્કે ગ્રાહકને ફાટેલી તથા ખરાબ નોટ બદલી આપવાની રહેશે. પરંતુ તેના માટે ગ્રાહકે તેની માહિતી આપવાની રહેશે.

ગ્રાહકને વધુ રાહ જોવડાવવા પર બેન્કે ચૂકવવો પડશે દંડ: તમે ખૂબ જ સરળતાથી ફાટેલી નોટ બેન્કમાં બદલાવી શકો છો. પરંતુ જો આ ફાટેલી નોટ બદલવા માટે બેન્ક તરફથી વધુ રાહ જોવડાવવામાં આવે અથવા મનાઈ કરવામાં આવે તો તમે પોલીસ ફરિયાદ પણ કરી શકો છો. ગ્રાહક સાથે આ પ્રકારનું વર્તન કરવા પર બેંકે રૂ. 10 હજારનો દંડ ચૂકવવો પડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો