હવે રિઝર્વેશન વગર પણ કરી શકાશે પ્રવાસ, શરુ થશે અનરિઝર્વ્ડ ટ્રેન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

કોરોના યુગમાં રેલ્વે મુસાફરો માટે સારા સમાચાર છે. દેશમાં કોરોના ચેપના વધતા જતા કેસો વચ્ચે રેલ્વેએ મુસાફરોની સુવિધા માટે મોટી સંખ્યામાં અનરિઝર્વેટ ટ્રેનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આનાથી દિલ્હી-એનસીઆર તેમજ સહારનપુર, અમૃતસર, ફિરોજપુર અને ફાજિલકા સહિતના ઘણા સ્થળોથી મુસાફરોને સુવિધા મળશે. 5 એપ્રિલથી, મોટાભાગની અનરિઝર્વેટ ટ્રેનો લોકો માટે માર્ગ સરળ બનાવવાનું શરૂ કરશે. ઉત્તરી રેલ્વેએ 71 અનરિઝર્વડ મેઇલ (unreserved trains) અને એક્સપ્રેસ ટ્રેનોની યાદી બહાર પાડી છે.

રેલવે મંત્રાલયે શનિવારે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી છે. રેલ્વે મંત્રાલયે ટ્વીટ કર્યું છે કે, ‘ભારતીય રેલ્વે મુસાફરોની સુવિધામાં વધારો થતાં રેલવે 5 મી એપ્રિલથી 71 અનરિઝર્વડ ટ્રેન (unreserved trains) સેવાઓ શરૂ કરવા જઈ રહ્યું છે. આ ટ્રેનો મુસાફરોની સલામત અને આરામદાયક મુસાફરીની ખાતરી કરશે. આ ટ્વીટમાં એક લિંક પણ આપવામાં આવી છે, જેમાં ટ્રેનોની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે.

કોવિડનાં કારણે અનરિઝર્વડ ટ્રેન સ્પેશિયલ ટ્રેનનાં નામથી ચાલશે, એટલા માટે આ ટ્રેનોનું ભાડું પેસેન્જર ટ્રેનો જેટલું સસ્તું નહીં હોય, અને તે મેઇલ અને એક્સપ્રેસ ટ્રેનો જેટલું હશે, રેલવેનાં જણાવ્યા પ્રમાણે સહારનપુર-દિલ્હી જંક્સન, ફિરોઝપુર-કેન્ટ-લુધિયાણા, ફઝિલ્કા-લુધિયાણા, ભઠિંડા-લુધિયાણા, વારાણસી-પ્રતાપગઢ, સહારનપુર-નવી દિલ્હી, જાખડ-દિલ્હી જંક્સન, ગાઝિયાબાદ-પાણીપત, શાહજહાપુર-સીતાપુર, ગાઝીયાબાદ-મુરાદાબાદ સહિતનાં ઘણા શહેરો માટે અનરિઝર્વડ ટ્રેન દોડશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો