વેક્સિનેશનનું રજીસ્ટ્રેશન ક્યાં થશે? અને સર્ટિફિકેટ ક્યાંથી ડાઉનલોડ કરશો? જાણો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.04-04-2021

દેશમાં ફરી એકવાર કોરોના મહામારીએ માથુ ઉંચકતા લોકો ચિંતામાં છે. આવામાં સરકાર તરફથી તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે જેમાં કોરોના વેક્સીન ખુબજ મહત્વનું છે. દેશમાં 45 વર્ષથી મોટી ઉમરના લોકોને વેક્સીન આપવાની તેમજ કોરોનો વોરીયર્સ તરીકે આગળ પડતી ભૂમિકા નિભાવી રહેલા લોકોને વેક્સીન આપવામાં આવી રહી છે. તો તમારા માટે ખાસ કેવી રીતે રજીસ્ટ્રેશન કરવુ, વેક્સીન સર્ટિફીકેટ કેવી રીતે ડાઉનલોડ કરશો તેની માહિતી આપીશું,

www.cowin.gov.in પર મોબાઇલ નંબરથી લોગીન કરીને ફોન પર OTP આવશે. જેને વેરીફાઇ કરવાથી કોરોના વેક્સીનનું રજીસ્ટ્રેશન થશે. CoWIN પર રજીસ્ટ્રેશન પછી તમને મેસેજમાં જાણકારી મળી જશે. આ મેસેજને સાચવી રાખો જેમાં એક રેફ્રન્સ આઈડી હશે. તમે તમારી નોંધણીમાંથી એક સાથે અન્ય ત્રણ માટે કોરોના રસીકરણ બુક કરી શકો છો. www.cowin.gov. in પર, તમે નીચે જોશો કે તમારી નજીક કોરોના વેક્સીન ક્યાં આપવામાં આવી રહી છે તેની વિગત અને તમે તમારી વેક્સીન માટેનો દિવસ, સમય, અને સ્થળ નક્કી કરી શકશો, વેક્સીન આપ્યા પછી cowin.gov.in અથવા આરોગ્ય સેતુ એપ્લિકેશન અથવા ડીજી લોકરમાંથી પ્રમાણપત્ર સંદર્ભ ID અથવા મોબાઇલ નંબરથી ડાઉનલોડ કરી શકો છો. https://selfregistration.cowin.in/vaccination-certificate લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો