(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021
મોરબી (Morbi) ના એક કારખાનામાં મેડિકલ સારવારનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે. મોરબી (Morbi) ના વિવિધ સિરામિકના કારખાનાની તપાસના અંતે આ વાયરલ વીડિયો ‘કેપ્શન સિરામિક’ ફેક્ટરીના હોવાનું બહાર આવ્યું છે. આ દર્દીઓ કોરોનાના નહી પરંતુ તાવ, શરદી, ઉધરસના હોવાની સાથે હોસ્પિટલમાં જગ્યા નહી હોવાની સાથે બે દિવસ અગાઉ ફેક્ટરી ખાતે ડોક્ટરે વિઝીટ કરીને શ્રમીકોની સારવાર કરાઇ હોવાનું ફેક્ટરી માલિક અરૂણ પટેલે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. હાલમાં તમામ દર્દીઓની સ્થિતી સ્થિર હોવાની સાથે સાથે તેઓ હરી ફરી રહ્યા હોવાનું પણ માલિકે જણાવ્યું છે.
આ વાયરલ વીડિયોમાં કારખાનાની અંદર અનેક દર્દીઓ ખુલ્લામાં બાટલા ચડી રહ્યા છે. વીડિયો મોરબી (Morbi) નો કેપ્શન સિરામિક કારખાનાનો હોવાનું સામે આવ્યું છે. જેમાં બે દિવસ અગાઉ ફેક્ટરી ખાતે ડોક્ટર વિઝીટ કરીને શ્રમિકોની સારવાર કરી હતી.
મોરબીમાં અત્યારે કેસ જેટ ગતિએ વધી રહ્યા છે એ વાત સાચી પરંતુ આ વાઇરલ વિડીયોમાં બતાવ્યા પ્રમાણે કારખાનામાં સારવાર કરવા તંત્ર મજબુર હોય એ વાત તદ્દન ખોટી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો