તમે કોરોનાની વેક્સીન લીધી હોય તો થોડા દિવસ આ 5 બાબતોનું ખાસ ધ્યાન રાખજો

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-04-2021

વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ રસીની સાઈડ ઈફેક્ટ્સને લઈને એક પબ્લિક ડોક્યુમેન્ટરી રિલીઝ કરી છે. તેમાં જણાવાયું છે કે, રસી લીધા પછી હળવા સાઈડ ઈફેક્ટ્સ થવા સામાન્ય વાત છે. કોવિડ રસીની સામાન્ય સાઈડ ઈફેક્ટ્સ અને લોંગ ટર્મ ઈફેક્ટ્સ અંગે પણ વિશ્વ આરોગ્ય સંગઠને જાણકારી આપી છે. બીજી તરફ, એક્સપર્ટસનું જણાવી રહ્યા છે કે કોરોનાની રસી લીધા પછી તમારે કેટલાક કામો કરવાથી થોડા દિવસ દૂર રહેવું જોઈએ.

કોરોનાની રસીના સાઈડ ઈફેક્ટ્સ અંગે વિશ્વ આરોગ્ય સંગંઠને શું કહ્યું?

વિશ્વ આરોગ્ય સંગઠને ગત દિવસોમાં એક ફીચરમાં જણાવ્યું કે, રસી લીધા પછી હળવો તાવ, સ્નાયુઓમાં દુઃખાવો સામાન્ય વાત છે. તેમાં ડરવાની જરરૂ નથી. વિશ્વ આરોગ્ય સંગઠન મુજબ, તે એ વાતનો સંકેત છે કે, તમારા શરીરની ઈમ્યુન સિસ્ટમ વેક્સીનને પ્રતિક્રિયા આપી રહી છે. થોડા દિવસોમાં આ સાઈડ ઈફેક્ટ્સ દૂર થઈ જશે. ઈન્જેક્શન અપાયું હોય તે જગ્યાએ દુખાવો, થાક, માથું દુખવું, ડાયરિયા જેવી સાઈડ ઈફેક્ટ્સ સામાન્ય બાબત છે.

વેક્સીન લીધા પછી ન કરાવો ટેટૂ: મેડિકલ એક્સપર્ટ્સ મુજબ, કોરોના વેક્સીન લીધા પછી થોડા દિવસ સુધી ટેટૂ ન કરાવવું જોઈએ. તેની ઘણી ઓછી શક્યતા છે, પરંતુ એક ઈમ્યુન રિસ્પોન્સ ટ્રિગર થઈ શકે છે. જો તમારે ટેટૂ કરાવવું જ છે, તો વેક્સીન લેતા સમયે ડોક્ટરને પૂછી લો કે પછી રસી લીધા પછી થોડા દિવસ સુધી રાહ જુઓ.

બીજી કોઈ રસી પણ ન લેશો: વૈજ્ઞાનિકો મુજબ, કોવિડ રસી લેવાના બે સપ્તાહ પહેલા અને પછી સુધી કોઈ બીજી રસી ન લેવી જોઈએ. હજુ એ અંગે વધુ જાણકારી નથી કે કોરોનાની રસી બાકી રસીની સાથે કેવું રિએક્ટ કરે છે. એવામાં થોડા સપ્તાહનો ગેપ રાખવામાં જ સમજદારી છે.

કસરત કરવાનું હાલ પુરતું ટાળવું: વેક્સિનેશન પછી વર્કઆઉટ કરવાથી દૂર રહો. જો તમારા સ્નાયુઓમાં દુખાવો છે તો કસરત કરવાથી બચો અને દુખાવો વધી જશે. યોગ્ય રહેશે કે રસી લીધા પછી એક કે બે દિવસનો બ્રેક લો.

શરીરમાં પાણી ઘટવા ન દેશો: વેક્સીન લીધા પછી શરીરને હાઈડ્રેડેટ રાખવું જોઈએ, કેમકે ઈમ્યુન રિસ્પોન્સને પ્રોસેસ કરવામાં પાણી શરીરને મદદ કરે છે. જો તમને રસી લીધા પછી તાવ આવે છે તો પાણી તેની સામે પણ તાકાત આપશે.

વેક્સીન સર્ટિફિકેટને સાચવીને રાખજો: કોરોના વાયરસની રસી લીધા પછી તમને એક સર્ટિફિકેટ મળશે. તેને તમે ડિજિટલી પણ સ્ટોર કરીને રાખી શકો છો. આ સર્ટિફિકેટ કોઈ કામનું નથી એમ માનીને તેને જ્યાં-ત્યાં ન મૂકી દેતા. હાલ તેને સંભાળીને રાખો. બની શકે કે, આવનારા સમયમાં મુસાફરી, વિઝા વગેરે માટે તમને તેની જરૂર પડે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો