નવરાત્રિ પહેલા 18 વર્ષથી વધુ ઉમરના તમામને વેક્સિન આપવાનો લક્ષ્યાંક

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.03-04-2021

ગુજરાત સહિત દેશભરમાં 45થી વધુ ઉંમરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાનું કામ શરૂ થશે. આરોગ્ય વિભાગના ટાર્ગેટ પ્રમાણે, ગુજરાતમાં હાલ અંદાજે 2 લાખ લોકોને રોજ વેક્સિન અપાઈ રહી છે. જો આ જ સ્પીડે વેક્સિન આપવાનું કામ ચાલુ રહ્યું તો નવરાત્રિ પહેલાં સપ્ટેમ્બર મહિનાના પહેલા વીકમાં ગુજરાતની 18 વર્ષથી વધુની ઉંમરની તમામ 4.48 કરોડ વસતિને વેક્સિન અપાઈ ચૂકી હશે. આધાર કાર્ડના ડેટા મુજબ, ગુજરાતની હાલની 6.48 કરોડની વસતિના 70 ટકાને વેક્સિન અપાઈ ગઈ હશે.

આ અંગે આરોગ્ય વિભાગના કમિશનર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે હાલ અંદાજે 2 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે, જેને આગામી દિવસોમાં વધારીને રોજની 2.50 લાખથી વધુને રસી આપવામાં આવશે. આરોગ્ય વિભાગના કમિશનર શિવહરેની વાત સાચી માનીએ તો ગુજરાતમાં અત્યારસુધીમાં 54.67 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવામાં આવ્યો છે, જે રાજ્યમાં નોંધાયેલા કુલ 4.48 કરોડ મતદારોના 12.20 ટકા થવા જાય છે. 30 એપ્રિલ સુધીમાં વધુ 75 લાખ લોકોને મિનિમમ એક ડોઝ આપવાનો લક્ષ્યાંક છે. આમ એપ્રિલના અંત સુધીમાં કુલ 1.30 કરોડ લોકોને મિનિમમ એક ડોઝ અપાઈ ચૂક્યો છે, જે 18 વર્ષની ઉંમરથી

વધુની વસતિના 29 ટકા થવા જાય છે, જ્યારે કુલ વસતિ 6.48 કરોડના 20 ટકા લોકોને રસી અપાઈ ચૂકી હશે.

આરોગ્ય વિભાગના ટાર્ગેટ મુજબ, 2.50 લાખ લોકોને દૈનિક રસી આપવામાં આવી તો એપ્રિલ, મે અને જૂન એમ ત્રણ મહિનાના અંતે વધુ 2.25 કરોડ લોકોને વેક્સિન અપાઈ ચૂકી હશે. માર્ચના અંત સુધીમાં 54.67 લાખને વેક્સિન અપાઈ ચૂકી છે. આમ, જૂનના અંત સુધીમાં કુલ 2.80 કરોડો લોકો રસી મળી ચૂકી છે, જે 18 વર્ષની ઉંમરથી વધુની વસતિના 62.5 ટકા થવા જાય છે, જ્યારે કુલ વસતિના 43 ટકા થશે.

ગુજરાતમાં સપ્ટેમ્બરથી હર્ડ ઈમ્યુનિટી આવી જશે: અમેરિકાના ઓહાયો સ્ટેટમાં આવેલી નક્લીવલેન્ડ ક્લિનિકથના રિપોર્ટ પ્રમાણે, કોવિડ-19 માટે હર્ડ ઇમ્યુનિટીનું થ્રેશોલ્ડ લેવલ 50 ટકાથી 80 ટકા જેટલું છે. યાને કે 50થી 80 જેટલી વસતિને વેક્સિન આપી દઇએ તો પેન્ડેમિક પર અસરકારકતાથી બ્રેક મારી શકાય છે. વેક્સિનેશના ડેટા પ્રમાણે ગુજરાતમાં સપ્ટેમ્બરની શરૂઆતમાં 70 ટકા વસતિને રસી મળી ચૂકી છે. આમ, નિષ્ણાતોના મત મુજબ, આ સમયથી ગુજરાતમાં હર્ડ ઈમ્યુનિટી શરૂ થશે અને સંક્રમણ ના બરાબર થઈ જશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો