RTPCR ટેસ્ટ 70 ટકા કરવાની કેન્દ્રની સૂચનાને ઘોળીને પી જતા ગુજરાતમાં કોરોના વિસ્ફોટ

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-03-2021

આરટીપીસીઆર ટેસ્ટ ગુજરાતમાં માત્ર 23.89 ટકા ટેસ્ટ

કોરોના મહામારીની બીજી લહેરે પ્રચંડ સ્વરૂપ ધારણ કરવા છતાં અને કેન્દ્રનાં સતત નિર્દેશો છતા પણ 80 ટકા જેટલા રાજયો કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટમાં કંજુસાઈ કરતાં હોવાથી વાઈરસના ફેલાવાને ગતિ મળી છે.  કેન્દ્ર સરકારનાં રિપોર્ટ મુજબ 80 ટકા રાજયોમાં 70 ટકાથી વધુ આરટીપીસીઆર ટેસ્ટ નથી થઈ રહ્યા. વિધાનસભા ચૂંટણી બાદ બિહારમાં વાઈરસ બેકાબુ હોવા છતાં ત્યાં હજુ એન્ટીજન ટેસ્ટ જ કરવામાં આવે છે.આરટીપીસીઆર ટેસ્ટમાં બિહાર સૌથી પાછળ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય વધારા 10 થી વધારે બેઠકોમાં 70 ટકાથી વધુ આરટીપીસીઆર તપાસનો નિર્દેશ અપાયો છે. પરંતુ દિલ્હી, પુડ્ડુચેરી, ચંદીગઢ અને જમ્મુ-કાશ્મીરને બાદ કરતા બાકી રાજયો અમલ નથી કરતા. યુપીમાં જ 44.26 ટકા તપાસ આરટીપીસીઆરથી અને 55 ટકાથી વધુ ટેસ્ટ એન્ટીજન કિટસથી થાય છે. પાછળ રહેલા રાજયોમાં બિહાર અને તેલંગાણા સામેલ છે. તેલંગાણામાં 15.50 ટકા અને બિહારમાં 16.35 ટકા તપાસ આરટીપીસીઆર ટેકનિકસ થઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું કે આરટીપીસીઆર તપાસથી સંક્રમિતની માત્ર ઓળખ જ નહિં પણ સંક્રમણનાં સ્ત્રોતનો પણ પતો મળે છે અને આ કારણે આરટીપીસીઆર તપાસની સુચના અપાઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો