મોરબી જિલ્લામાં કોરોનાની વકરતી જતી સ્થિતિ, સાચા આંકડા છુપવાનો ખેલ ચાલુ: લોકોએ સ્વયં સાવચેતી રાખવી જરૂરી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-04-2021

મોરબી શહેર-જિલ્લામાં કોરોનાનો હાહાકાર મચ્યો છે પણ આ ગુજરાત સરકારનું આરોગ્ય ખાતુ ખોખલું સાબિત થઇ રહ્યુ છે. લોકોના આરોગ્ય સાથે ચેડાં થતા હોય તેવું લાગી રહ્યું છે. મોરબીમા જેટ ગતિએ કોરોનાના કેસ વઘતાં જાય છે અને આરોગ્ય ખાતું સરકારના ઈસારે આંકડા છૂપાવવાનું કામ કરી રહેલ છે. જેના કારણે લોકોમાં કોરોનાની ગંભીરતા નથી સમજતી માટે આરોગ્ય વિભાગે સાચા આંકડા આપી લોકોમાં કોરોનાની સાચી હકીકત અને જાગ્રતા આવે તેવા પગલાં લેવા જોઇએ. હાલમાં મોટાભાગની હોસ્પિટલ કોરોનાના દર્દીઓથી ઉભરાય છે અને આરોગ્ય ખાતું હાથ પર હાથ રાખી બેસી રહેલ છે.

મોરબી જિલ્લમાં આજે 2 એપ્રિલ, શુક્રવારે સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ આરોગ્ય વિભાગ દ્વારા કુલ 1960 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી માત્ર કુલ 22 વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ દર્શાવવામાં આવ્યા છે. જોકે મોરબી જિલ્લામાં કોરોનાના કેસોનો વાસ્તવિક આંકડો ખૂબ જ મોટો હોવાનું જણાઈ રહ્યું છે. મોરબી અત્યારે દરેક સોસાયટીમાં કોઈને કોઈ કોરોના પોઝિટિવ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. સીટી સ્કેન સેન્ટરો અને હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાતી ભીડ જોઈને લાગે છે કોરોનના કેસ ખુબ વધી ગયા છે, મોરબીના તંત્રને કોરોના દેખાતો ન હોય તેમ સબ સલામત હોવાના આંકડા દર્શાવાય છે ત્યારે લોકોએ સ્વયં સાવચેતી રાખવી જ હિતાવહ રહેશે.

જ્યારે આજે મોરબી જિલ્લામાં વધુ બે કોરોના દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જોકે સરકાર દ્વારા સત્તાવાર મોરબી જિલ્લામાં એક પણ કોવિડ ડેથ જાહેર કર્યું નથી.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો