હવે UPIના માધ્યમથી QR કોડ સ્કેન કરીને ATMમાંથી ઉપાડી શકશો પૈસા

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.02-04-2021

પૈસા ઉપાડવા માટે બેંકમાં જવાનું ચલણ તો ઘણા સમયથી ઓછું થઈ ચૂક્યું છે. મોટાભાગે લોકો મોટી રકમ ઉપાડવા માટે જ બેંકમાં જાય છે. એટીએમનો ઉપયોગ વધ્યો છે. જોકે હવે એટીએમ પણ આધુનિક થવા લાગ્યા છે. જેના પરિણામે ડેબિટ કાર્ડ વગર જ એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે. તાજેતરમાં એટીએમ બનાવનાર કંપની એનસીઆર કોર્પોરેશને UPI પ્લેટફોર્મ પર આધારિત ઈન્ટરઓપેરેબલ કાર્ડ લેસ કેસ વિડ્રોલ સોલ્યુશન લોન્ચ કર્યું છે. જેના માધ્યમથી યુપીઆઈ એપ દ્વારા ક્યુઆર સ્કેન કરીને એટીએમમાંથી પૈસા ઉપાડી શકાશે..

આ ખાસ સુવિધા ધરાવતા એટીએમને ઇન્સ્ટોલ કરવા માટે સિટી યુનિયન બેંકે એનસીઆર કોર્પોરેશન સાથે કરાર કર્યો છે. બેંકે આ સુવિધા માટે 1500થી વધુ એટીએમ અપગ્રેડ કરી લીધા છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો