(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2021
કર્મચારીઓના પગાર માળખાને અસર કરતી જોગવાઈ કાલથી અમલી બનશે નહી: આવતીકાલથી અમલમાં આવનારા નવા લેબર કોડ અંગે કેન્દ્ર સરકારે પીછેહઠ કરી છે અને તેનો અમલ મુલત્વી રાખ્યો છે. કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે રાજયો તેના લેબર કાનૂનમાં યોગ્ય સુધારા કરી શકે તે હેતુથી જ આ વેજ બોર્ડનો અમલ હાલ મુલત્વી રખાયો છે. આ નવા પેજ કોડથી ખાસ કરીને કર્મચારીઓના પગાર માળખાને અસર થાય છે અને તેથી કંપનીઓ તેના પેજ-સ્ટ્રેકચરને યોગ્ય રીતે ગોઠવી શકે તે હેતુથી તેનો અમલ મુલત્વી રખાયા છે. કંપનીઓ પર આ નવા પેજ કોડની પગાર સહિતના ખર્ચ વધશે. હાલ મોટાભાગની કંપનીઓ કોરોનાના સંક્રમણથી થયેલી અસરનો સામનો કરી રહી છે તે જોતા સરકારે કોઈ નવો બોજો નહી નાખવાનો નિર્ણય લીધો છે.
હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો