જામનગર: શ્રી કંસારા સેવા ટ્રસ્ટ તથા ડૉ. કૃણાલ સોલંકી તથા સ્ટાફના સહયોગથી વેક્સિનેશન કેમ્પ યોજાશે

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2021

જામનગર: શ્રી કંસારા સેવા ટ્રસ્ટ દ્વારા વિશ્રામવાડી આરોગ્ય કેન્દ્ર ના ડૉ. કૃણાલ સોલંકી તથા તેમનાં સ્ટાફ સહયોગ થી કોરોના વેક્સિનેશન કેમ્પ યોજાશે

આ કેમ્પમાં ૪૫ વર્ષ થી વધુ ઉંમરના લોકોને સરકારશ્રી દ્વારા અધિકૃત ટિમ દ્વારા કોવિશિલ્ડ રસી આપવામાં આવશે. જ્ઞાતિજનો તથા અન્ય લોકોને લાભ લેવા ખાસ અનુરોધ કરાયો છે.
કેમ્પ વહેલા તે પહેલાં ના ધોરણે હોઈ સહકાર આપવા તથા કેમ્પમાં નામ નોંધાવવા ‘કંસારા સેવા ટ્રસ્ટ – જામનગર’ ના હેલ્પલાઇન નંબર  ૮૮૬૬૩૦૭૬૭૦ પર વ્હોટ્સએપ અથવા ટેક્સ મેસેજ દ્વારા રજીસ્ટર કરવા માં આવશે.
કેમ્પ તારીખ : ૦૨-૦૪-૨૦૨૧ ને શુક્રવાર, સમય:- સવારે ૧૦-૦૦ થી સાંજે ૬-૦૦, જેનું સ્થળ છે : ટિકુભાઈ બુદ્ધના નિવાસ સ્થાને નયન વિહાર ૧૨ દિગ્વિજય પ્લોટ જામનગર ખાતે રાખેલ છે.
આ કેમ્પમાં દરેક લાભાર્થીને અનુરોધ કરાયો છે કે તેઓએ પોતાનું આધાર કાર્ડ સાથે લાવવું તથા જૂની કે હાલ ની બીમારી ની દવા ચાલુ હોય તો તેની વિગત સાથે રાખવી, માસ્ક અવશ્ય પહેરવું તથા સોશ્યલ ડિસ્ટન્સિંગ નું પાલન કરવું. વધુ જાણકારી માટે નીચે નીચે જણાવેલ નંબર પર મળી શકશે: રમેશભાઈ બારમેડા: ૯૩૭૫૮૫૩૪૭૨, રમેશભાઈ મેવચા: ૯૭૧૪૨૪૪૪૩૪, મનીષ સોલંકી: ૯૮૨૪૪૦૦૦૦૨ રમેશભાઈ છત્રાળા: ૯૯૧૩૪૫૦૯૬૫, કિરીટભાઈ પોમલ: ૯૪૨૭૨૦૭૭૩૮
આ કેમ્પનો લોકો વધુમાં વધુ લાભ લે તેવી શ્રી કંસારા ટ્રસ્ટની લોકોને અપીલ કરવામાં આવી છે. (અહેવાલ: જયદેવ બુધ્ધભટ્ટી)

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો