દેશની GDPમાં તેજ રફતારથી થશે સુધારો, 7.5થી 12.5 ટકાના દરથી વિકાસ થવાનો વિશ્વ બેંકનો આશાવાદ

બીજી તરફ આઈએમએફના (IMF) મત મુજબ ભારતનો વિકાસ દર 11.5 ટકા સુધી રહે તેવો અંદાજ છે.

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2021

કોરોના મહામારીના (Coronavirus) કારણે સમગ્ર વિશ્વની આર્થિક ગતિવિધિઓ ઉપર રોક લાગી ગઈ હતી. ભારત સહિત મોટાભાગના દેશોના અર્થતંત્રની હાલત ખરાબ થઈ ગઈ હતી. ભારતનો (India) જીડીપી (GDP) દર પણ નેગેટીવ રહ્યો હતો. જોકે હવે કોરોનામાંથી કળ વળી છે. નાણાકીય વર્ષ 2021-2022માં ભારતીય અર્થતંત્રનો વિકાસ દરમાં 7.5 ટકાથી 12.5 ટકા સુધીનો વધારો થશે તેવી અપેક્ષા વિશ્વ બેંકના (World Bank) સાઉથ એશિયા વેકસીનેટના રિપોર્ટમાં વ્યક્ત કરાઈ છે. બીજી તરફ આઈએમએફના (IMF) મત મુજબ ભારતનો વિકાસ દર 11.5 ટકા સુધી રહે તેવો અંદાજ છે.

રિપોર્ટ મુજબ વર્ષ 2021 22માં ભારતનો વિકાસ દર 7.5 ટકાથી 11.5 ટકા વચ્ચે રહે તેવી આશા છે. અલબત્ત આ અંદાજ સંપૂર્ણ રીતે કોરોના સામેના રસીકરણ અભિયાન ઉપર આધારિત રહેશે. રસીકરણના કારણે બજારમાં તેજીની અસર જોવા મળશે.

પ્રવાસન, વેપાર બાંધકામ સહિતના ઉપર લોકડાઉનની સૌથી વધુ અસર જોવા મળી હતી. સૌથી ઓછી અસર કૃષિ સેક્ટર પર પડી હતી, તેવું રિપોર્ટમાં જણાવાયું છે. દેશમાં સતત વધી રહેલા કોરોના સંક્રમણના કેસ જોઈને કેન્દ્ર સરકારે લોકડાઉન લાદવાનો નિર્ણય લીધો હતો. આ લોકડાઉન માર્ચથી જૂન મહિના સુધી ચાલ્યું હતું. જેના પરિણામે આર્થિક ગતિવિધિ સંપૂર્ણ રીતે ઠપ્પ થઈ ગઈ હતી. લોકડાઉનના કારણે અર્થતંત્રને મરણતોલ ફટકો પડયો હતો. વર્તમાન સમયે દેશની ઈકોનોમી આગળ વધી રહી છે. જેમાં સુધારો પણ જોવા મળ્યો છે. અલબત્ત, વધુ એક વખત દેશમાં કોરોના ઝડપથી વધ્યો છે.

કોરોનાની બીજી લહેર: કોરોના વાયરસની પહેલી લહેર કરતાં બીજી લહેર વધુ તીવ્ર જણાઈ રહી છે. ગઈકાલે દેશમાં 56 હજાર કેટલા નવા કેસ સામે આવ્યા હતા મહારાષ્ટ્રમાં 28 હજાર નવા કેસ મળ્યા હતા. આ ઉપરાંત પંજાબ, ગુજરાત, કર્ણાટક, તમિલનાડુ અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં પણ સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ લોકડાઉન લાદી દેવામાં આવે તેવી સ્થિતિ પણ છે. આવા સંજોગોમાં બજારને રસી ઉપર ઘણી આશાઓ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો