આણંદમાં 1 થી 15 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત, અમલ ન કરનાર સામે દંડનીય કાર્યવાહી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.31-03-2021

રાજ્યમાં સતત કોરોના સંક્રમણ (Corona Transition) વધી રહ્યું છે. એવામાં આણંદ (Anand) જિલ્લાના મલાતજ ગામે લોકડાઉનની (Lockdown) જાહેરાત કરવામાં આવી છે. માલેતજ ગ્રામ પંચાયત દ્વારા 1 એપ્રિલથી 15 એપ્રિલ સુધી લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે અને જો આ લોકડાઉનનો અમલવારી નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ નોટીસ જાહેર કરવામાં આવી છે.

આણંદ (Anand) જિલ્લાના મલાતજ ગામે ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણ વધતા મલાતજ (Malataj Village) ગ્રામ પંચાયત દ્વારા 1 એપ્રીલથી 15 એપ્રિલ સુધી સ્વૈચ્છક લોકડાઉનની જાહેરાત કરાઈ છે. ગ્રામ પંચાયતે બપોરના 12 વાગ્યા પછી ગામમાં લોકડાઉન (Lockdown) રાખવાની જાહેરાત કરી છે. આવતીકાલથી ગામમાં લોકડાઉનનો અમલ કરવામાં આવશે. સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રહેશે. ત્યારબાદ સમગ્ર ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન કરવામાં આવશે. જો કે, આ અંગે નોટીસ ઇશ્યુ કરી છે અને જો તેની અમલવારી નહીં કરનાર સામે દંડનીય કાર્યવાહી થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો