1 એપ્રિલથી 45 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ લઇ શકશે કોરોના વેક્સીન

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-03-2021

કોરોના વાયરસ (Coronavirus)ના સંકટને પહોંચી વળવાની મથામણ વચ્ચે વેક્સિનેશન (Vaccination)ની પ્રક્રિયા શરૂ છે. હવે એક એપ્રિલથી 45થી વધુની ઉંમરના લોકો રસીકરણ કરાવી શકે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health Ministry) મંગળવારના જણાવ્યું કે, 1 એપ્રિલ 2021થી 45 વર્ષથી વધુની ઉંમરના લોકો રસીકરણ કરાવી શકે છે. આ પહેલા કોરોના વૉરિયર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ, વૃદ્ધો અને ગંભીર બીમારીથી 45 વર્ષથી વધારે ઉંમરવાળાઓને જ રસી લાગી રહી હતી, પરંતુ હવે 45થી વધુની ઉંમરવાળી કોઈ પણ વ્યક્તિ રસી લઈ શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો