પેટ્રોલ-ડીઝલને GST હેઠળ લાવવા ગુજરાત તૈયાર!

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.30-03-2021

પેટ્રોલ-ડીઝલને લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે એક મોટું નિવેદન આપ્યું છે. નીતિન પટેલે કહ્યું કે ગુજરાત પેટ્રેલ-ડીઝલને GSTમાં લઈ જવા તૈયાર છે. પરંતુ વેટના ટેક્સની આવક ગુજરાતને મળવી જરૂરી છે. કારણ કે, પેટ્રોલ-ડિઝલને GSTમાં લાવવામાં આવશે તો આવકના 50 ટકા કેન્દ્ર લઈ જશે. માત્ર 50 ટકા રાજ્યને મળશે. જ્યારે હાલ પેટ્રોલ-ડિઝલ પરના ટેક્સની આવક પુરેપુરી ગુજરાત સરકાર પાસે જાય છે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો