બેદરકારી અનમાસ્ક, અડધોઅડધ પહેરતા નથી માસ્ક

સરકારનાં સર્વેમાં ચોંકાવનારું તારણ’ નીકળ્યું 90 ટકા લોકો માસ્કનું મહત્ત્વ સમજે છે પણ 56 ટકા લોકો પહેરતા નથી

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.29-03-2021

દેશમાં છેલ્લા એક માસમાં ફરીથી કોરોના મહામારીએ સકંજો કસ્યો છે અને આ દરમિયાન સંક્રમણથી થયેલા 90 ટકા મૃત્યુ 4પથી વધુ વયના લોકોનાં છે. તાજેતરમાં જ સરકાર દ્વારા એક આંતરિક સર્વે કરવામાં આવેલો અને તેમાં ચિંતાજનક તારણ એવું સામે આવેલું કે દેશમાં 90 ટકા લોકો કોરોનાથી સ્વબચાવ માટે માસ્કનું મહત્ત્વનો સમજે છે પણ તેમાંથી માસ્ક પહેરે છે માત્ર 44 ટકા લોકો. સ્વાસ્થ્ય મંત્રાલયે જારી કરેલા એક નિવેદનમાં કહ્યું હતું કે, માસ્ક પહેરવામાં લોકોની બેદરકાર અને સોશિયલ ડિસ્ટન્સની અવમાનનાનાં કારણે દેશમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પોતાનાં નિવેદનમાં કહ્યું હતું કે, એક કોરોનાગ્રસ્ત વ્યક્તિ 30 દિવસમાં કોઈપણ પ્રકારના પ્રતિબંધ વિના 406 લોકોને બીમાર કરી શકે છે. જો કે તે પોતાનું બહાર નીકળવાનું પ0 ટકા જેટલું પણ ઓછું કરી નાખે તો વધીને 1પ લોકોને જ ચેપ લગાડશે. જો તે વ્યક્તિ બહાર નીકળવાનું 7પ ટકા જેટલું ઓછું કરી નાખશે તો માત્ર 2.પ લોકોને જ સંક્રમિત કરી શકશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો