જાણો હોળીની જાળના આધારે અંબાલાલ પટેલે શું કરી આગાહી ?

(દિવ્યક્રાંતિ ન્યુઝ) તા.28-03-2021

પાલેજમાં આયોજીત થતી હોળી સમગ્ર ગુજરાતમાં વખણાય છે. અહીં દુરદુરથી લોકો હોળીનાં દર્શન કરવા માટે આવે છે. આ પાલેજની હોળી જોકે આ વખતે કોરોનાની મહામારીને ધ્યાને લઇને ખુબ જ સામાન્ય રીતે ઉજવવામાં આવી હતી. બહારનાં લોકોને નહી આવવા માટે પણ આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેવામાં ગામલોકો દ્વારા જ આ હોળીની ઉજવણી કરવામાં આવી હતી. ખાસ પોલીસ બંદોબસ્ત વચ્ચે હોલીકા દહન કરવામાં આવ્યું હતું.

અહીં 15 ટન જેટલા લાકડાઓનું દહન કરવામાં આવતું હોય છે. તેવામાં આ હોળીના આધારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ હવામાનનો વર્તારો કરતા હોય છે. ગુજરાત સ્તરે તેઓના હવામાન અંગેની આગાહી હવામાન વિભાગ કરતા પણ વધારે સચોટ હોય છે તેવું જોવામાં આવ્યું છે. તેવામાં તેમના દ્વારા કરવામાં આવેલો વર્તારો ગુજરાત અને ખાસ કરીને ખેડૂતો માટે તો માર્ગદર્શક સાબિત થાય જ છે. તેવામાં અંબાલાલ પટેલ દ્વારા આ વર્ષ 2020 ની તુલનામાં સામાન્ય રહેવાની ભવિષ્યવાણી કરી હતી.

અંબાલાલ કાકા દ્વારા ભાખવામાં આવેલા ભવિષ્ય અનુસાર, આ વર્ષ સામાન્ય રહેશે. જો કે જુન અને જુલાઇ મહિનામાં વરસાદ સામાન્ય પડશે. પરંતુ વરસાદ ખુબ જ ખેંચાઇ જશે. જેના કારણે સિંચાઇના સાધનોની જરૂર પડે. આ ઉપરાંત દક્ષિણમાં વરસાદ ઓછો પડવાની પણ શક્યતા છે. પૂર્વમાં સૌથી વધારે વરસાદ પડશે. ગુજરાત સહિતનાં પ્રદેશમાં સામાન્ય વરસાદ રહેશે.

હવે ટેલિગ્રામ પર મેળવો મહત્વના સમાચાર, અમારી ટેલિગ્રામ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવા ક્લિક કરો